જે ઉંમરે એના હાથમાં ક્રિકેટનું બેટ અથવા ગીલ્લી-દંડા હોવા જાેઈએ એ ઉંમરે એણે એના તોડી પડાયેલાં ઝુંપડાની ઘરવખરી બચાવવા હાંફળાફાંફળા થવું પડે એને કરૂણતા તરીકે મુલવવાની સંવેદનશીલતા સ્માર્ટસીટીના સ્વપ્નદ્રષ્ટાઓમાં ના હોય એ સ્વાભાવિક છે. વિશ્વામિત્રીના કાંઠાને આખોને આખો દબાવી ઘાલનાર “અગોરા મોલ” જેવા સેંકડો માલેતુજારો અને “પહોંચેલા”ઓ સામે આંખ ઉઠાવવાની સુધ્ધાં હિંમત નહીં દાખવી શકતા પાલિકા સત્તાધિશો, વરસાદની મોસમમાં રસ્તાના કિનારે કામચલાઉ ઝુંપડા બનાવી રહેતા ગરીબ પરિવારોના માથેથી પ્લાસ્ટિકીયા છાપરાં અને વાંસડાઓ હટાવી લઈ “૫૬ની છાતી” બતાવ્યાનો સંતોષ લે ત્યારે શંકા જાગે કે એમની નસોમાં રક્ત વહે છે કે ચીલ્ડ ડિસ્ટીલ વોટર...? એમની છાતીમાં હ્રદય ધબકે છે? કે, ઉપરના ખીસ્સામાંના “એપલ ફોન”નું વાઈબ્રેટર ધક..ધક.. કરે છે...? તસવીરોઃ કેયુર ભાટિયા