જર્મની-

 સ્પેન અને એન્લેટિકો મૈડ્રિડના પૂર્વ મિડફિલ્ડર ઇગ્નેસિયો કમાચો વારંવાર ઇજાગ્રસ્ત થવાથી ફુટબોલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી.ત્રીસ વર્ષીય કમાચોને ૨૦૧૭માં વોલ્ફસ્બર્ગ તરફથી જર્મન કપ દરમ્યાન ઇજા થઇ હતી.ભારે ઇજાને કારણે તેને પાંચ ઓપરેશન કરવા પડ્યા હતા.તેને પોતાની છેલ્લી મેચ સપ્ટેમ્બર ૨૦૧૮માં રમી હતી. કમાચોએ જણાવ્યુ હતુ કે મારા માટે આસાન ન હતુ.છેલ્લા ત્રણ વર્ષથી ઇજાના કારણે ખૂબ જ પરેશાન છું અને હવે કારકિર્દીમાં આગળ વધી શકુ તેમ નથી.કમાચોની સાથે એટલેટિકાએ ૨૦૧૦માં યૂરોપા લીગનું ટાઇટલ જીત્યું હતુ.તેને સ્પેન તરફથી જર્મની તરફથી ૨૦૧૪માં એક મેચ રમી હતી.