કાઠમાંડૂ,તા.૧૮ 

ભારતના વિરોધને નજરઅંદાજ કરીને નેપાળની સંસદના ઉચ્ચ સદન નેશનલ અસેમ્બલીએ દેશના વિવાદિત રાજકીય નકશા મામલે ગુરૂવારે રજૂ કરવામાં આવેલા બંધારણ સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. સત્તાધારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના સંસદીય દળના નેતા દીનાનાથ શર્માએ તે સમયે નેશનલ અસેમ્બલીમાં જણાવ્યું કે, ‘ભારતે લિપુલેખ, કાલાપાની અને લિÂમ્પયાધુરા ખાતે ગેરકાયદેસર કબજા જમાવ્યો છે અને તેણે નેપાળની જમીન પરત કરી દેવી જાઈએ.’ નેશનલ અસેમ્બલીમાં નેપાળના નવા નકશાના સમર્થનમાં ૫૭ મત પડ્યા અને વિરોધમાં એક પણ મત ન નોંધાયો. આ રીતે તે બિલ સર્વસંમતિથી નેશનલ અસેમ્બલીમાં પાસ થઈ ગયું હતું. નેશનલ અસેમ્બલીમાં મતદાન દરમિયાન સંસદમાં વિપક્ષ નેપાળી કોંગ્રેસ અને જનતા સમાજવાદી પાર્ટી-નેપાળે બંધારણની ત્રીજી અનુસૂચિમાં સંશોધન સાથે સંબંધિત સરકારના બિલનું સમર્થન કર્યું હતું.

સરહદે ભારત સાથેના સંઘર્ષ વચ્ચે નેપાળે નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિÂમ્પયાધુરાને પોતાના ક્ષેત્રમાં દર્શાવ્યા હતા. કાયદો, ન્યાય અને સંસદીય મામલાના મંત્રી શિવમાયા થુમ્ભાંગફેએ નકશામાં ફેરફાર માટેનું બિલ સંસદમાં રજૂ કર્યું હતું જેમાં ૩૯૫ વર્ગ કિમીના ભારતીય ક્ષેત્રને પોતાનામાં દર્શાવ્યા હતા. ભારતે નેપાળના આ પગલાનો વિરોધ કરીને તેને મંજૂર કરવા મનાઈ કરી છે અને તેને આધારવિહીન રાજકીય હથિયાર ગણાવ્યો છે. બિલ નેશનલ અસેમ્બલીમાંથી પણ પાસ થઈ ગયું એટલે હવે તેને રાષ્ટÙપતિ વિદ્યાદેવી ભંડારીની મંજૂરી માટે મોકલવામાં આવશે અને ત્યાર બાદ તેને બંધારણમાં સામેલ કરવામાં આવશે. રાષ્ટÙપતિની મંજૂરી મળ્યા બાદ નવો નકશો તમામ સત્તાવાર દસ્તાવેજામાં સામેલ કરાશે.