વીરપુર, મહીસાગર જિલ્લામાં આવેલ વીરપુર તાલુકા પંચાયત ના અધિકરીઓ ભાન ભૂલી કોરોના પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે.આ જ તાલુકા પંચાયત ના અધિકારીઓ દ્વારા રસ્તા પર ઉભા રહી માસ્ક વગર ના લોકોણપસે થી એક હજાર રૂપિયા દંડ ની વસુલાત કરવામાં આવે છે પરંતુ આ અધિકરીઓ ભાન ભૂલી ગયા કે પહેલા તેમને જાતે માસ્ક પહેરવું જાેઈ એ.રસ્તા પર જતાં લોકો પાસે થી માસ્ક ન હોઈ તેવા લોકો પાસે થી તંત્ર દ્વારા એક હજાર રૂપિયા દંડ લેવામાં આવે હવે આ જ લોકો ઓફિસમાં માસ્ક વગર જાેવા મળે છે હવે આ લોકો ને દંડ કોણ કરશે?નિયમ અને કાયદા અને દંડ ખાલી ગરીબ પ્રજા માટે જ હોઈ છે એ વીરપુર તાલુકા પંચાયત ના અધિકારીઓ ને કોઈ નિયમ કે કાયદાઓ લાગુ પડતા નથી.જે લોકો માસ્ક વગર દેખાતા માનવીઓ પાસે થી દંડ કરે છે તે જ લોકો માસ્ક નથી પહેરતા તો આમ જનતા ક્યાંથી માસ્ક પહેરશે...વીરપુર તાલુકા પંચાયત માં “અપના કામ બનતા ભાડ મેં જાયે જનતા જેવો માહોલ જાેવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સામે રક્ષણ મેેળવવવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રે ગાઇડલાઇન બનાવી છે. આ ગાઇડલાઇનનો અમલ કરવામાં રાજકીય નેતાઓ અખાડા કરે છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી. વીરપુર તાલુકા પંચાયતના અધિકારીઓ પણ માસ્ક પહેરતા ન હોવાનું જણાઇ આવ્યું હતું. આ પ્રત્યે પગલાં લેવા જરૂરી બન્યાં છે.