દિલ્હી-

તાજેતરમાં યોગ ગુરુ બાબા રામદેવનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેઓ એલોપથીના વિરુદ્ધમાં બોલતા સોવા મળે છે. આ બાદ વિવાદ ખુબ વધ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ આ વિડીયોને લઈને સખત વિરોધ નોંધાવ્યો છે.

IMA એ તાજેતરમાં એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. જેમાં તેમણે માંગ કરી હતી કે બાબા રામદેવ દ્વારા એલોપથી પર લગાવેલા આરોપો સ્વીકાર કરીને આધુનિક ચિકિત્સા સુવિધા બંધ કરી દેવામાં આવે, અથવા બાબા સામે કાર્યવાહી કરવામાં આવે અને મહામારી રોગ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવે. હકીકતમાં બાબા રામદેવે કોવિડ -19 રોગચાળાને કારણે થતાં મૃત્યુ પાછળ એલોપેથીને જાહેરમાં કારણભૂત જણાવ્યું છે. યોગ ગુરુએ કહ્યું, 'એલોપથીની દવા ખાવાથી લાખો લોકો મરી ગયા છે. હોસ્પિટલમાં ઓક્સિજન ન મળવાને કારણે જેટલા લોકોનાં મોત નીપજ્યાં છે તેનાથી વધારે એલોપથીની દવાઓ આપવાના કારણે થયા છે. મહામારીના સંકટ વચ્ચે હોસ્પિટલમાં જીવના જોખમે ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અને રામદેવના આવા નિવેદનથી તેઓ નારાજ છે. નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલની રેસિડેન્ટ્સ એસોસિએશને બાબા રામદેવના આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે અને રોગચાળાના રોગ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધવાની માંગ કરી છે.