વડોદરા : આ વર્ષે શેરી ગરબા રમવાની શરતી મંજુરી મળતા ખૈલયાઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળવાની સાથે ધંધાદારી ગરબા આયોજકોમાં નારજગી જાેવા મળી હતી. હજારો રુપિયામાં વેચાતા પાસ ખરીદવાને બદલે ઘર આંગણે જ શેરી ગરબાનો લાભ મળતા પાંરપારિક ગરબાની મજા “ગરબા નગરી” ને પાછી મળતા વડીલો સહિતના ગરબા પ્રેમીઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. મા આદ્યશક્તિની આરાધના કરવાનો પર્વ એટલે નવરાત્રી . કોરોના મહામારીને કારણે ગતવર્ષે નવરાત્રીની ઉજવણી કરવા પર રોક લગાવ્યા બાદ આ વર્ષે શેરી ગરબાની મંજુરી મળતા ખૈલયાઓમાં ખૂશીનો માહોલ જાેવા મળ્યો હતો. પહેલાં નોરતે વિવિધ શેરીઓમાં બહોળી સંખ્યામાં ખૈલયાઓ જાેડાઈને ગરબા રમવાનો આંનદ લીધો હતો. શહેરમાં અનેક શેરી , પોળ , મહોલ્લાઓ અને સોસાયટીઓમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવતા સમગ્ર શહેરમાં પાંરપારિક ગરબાની રીત પાછી આવી ગઈ હોવાના દ્રશ્યો સર્જાયા હતા. બાળકો , મહિલાઓ ,યુવકો અને વડિલોેએ ઘર આંગણે જ ગરબા રમવાનો આંનદ વર્ષો પછી પાછો મેળવ્યાની ખૂશી વ્યકત કરી હતી. ગરબા નગરી તરીકે જાણીતા શહેરમાં ખૈલયાઓને ગરબા રમવા માટે દર વર્ષે મોંધાદાટ પાસ ખરીદીને મા આદ્યશક્તિની આરધના રુપી ગરબા ધુમવા પડતા હતા. દર વર્ષે ગરબા આયોજકો મોેંધા ભાવે પાસ વહેંચીને ધંધાકીય ગરબાના તાલે ખૈલયાઓને રમાડતા હતા. પરતું આ વર્ષે શેરી ગરબાની પંરપરા પાછી આવી જતા શહેરમાં વિસરાયી ગયેલી સંસ્કુતિ પાછી ફરતા શહેરમાં રોનક છવાઈ ગઈ હતી. શહેરમાં વિવિધ આઠસો જેટલા વિસ્તારોમાં શેરીગરબા યોજવામાં આવ્યા છે. શેરી ગરબાને કારણે અનેક વાલીઓ ભયમુક્ત બન્યા હતા.તે સાથે જ અનેક પરીવારો ભેગા મળીને ગરબાના તાલે રાસ રમ્યા હતા.

બરાનપુરા ખાતે વ્યંઢળ સમાજ દ્વારા ગરબાનું આયોજન

બરાનપુરા વિસ્તારમાં વ્યંઢળ સમુદાય દ્વારા પણ તેમના અલગ ગરબાનું આયોજન કરીને મા આદ્યશક્તિની આરાધના કરવામાં આવે છે. ધડીયાળી પોળ ખાતે આવેલ સુપ્રસિધ્ધ અંબામાતાના મંદિરે નવ દિવસ સુધી પુરુષો દ્વારા મંદિરના ચોકમાં જ જાતે ગરબા ગાઈને ગરબા રમવાની પંરપરા આજે પણ યથાવત છે. આ ગરબાની વિશેષતા એ છે કે આ ગરબા માત્ર પુરુષો જ રમી શકે અહીં સ્ત્રીઓને ગરબા રમવા પર પ્રતિબંધ છે.