રાજકોટ-

રાજકોટમાં ખેડૂત સંમેલન જે 22મી જાન્યુઆરીએ યોજાવવાનું હતું તે હવે આગામી 27મી જાન્યુઆરીએ યોજાશે. હાલ પોલીસે આંદોલન માટે મૌખિક મંજૂરી આપી છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂત આંદોલન થઇ રહ્યું છે. ત્યારે, રાજકોટ ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસ દ્વારા 22 જાન્યુઆરીના રોજ ખેડૂત સંમેલન યોજાવાનું હતું. પરંતુ મંજૂરીના મળતા તે મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે આજે પોલીસ દ્વારા સંમેલનને મૌખિક મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી માળતા જ આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ ખેડૂત સંમેલન યોજાશે.રાજકોટ પોલીસ દ્વારા સંમેલનને મૌખિક મંજૂરી આપવામાં આવી છે. ત્યારે દિલ્હી ખાતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જો તેમાં કોઈ અઘટિત ઘટના બનશે તો રાજકોટમાં યોજાનાર સંમેલનને કાયદો અને વ્યવસ્થા જાળવવા મંજૂરી આપવામાં નહીં આવે. ત્યારે કોંગ્રેસના પાલ આંબલિયા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને સંમેલન માટે મૌખિક મંજૂરી આપવામાં આવી છે.