અમદાવાદ

અમદાવાદમા કોરોનાનો કહેર યથાવત છે લોકો ભયભીત થઈ રહયા છે કોરોનાથી ત્યારે સરકાર ઘ્વારા લોકડાઉન એક લાસ્ટ ઓપશન આપવામાં આવ્યો છે પરંતુ વેપારીઓ ઘ્વારા આ કોરોના ચેઇન તોડવા માટે સ્વાયંભૂ લોકડાઉનનો ર્નિયન લીધો છે ત્યારે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વેપારીઓએ સ્વયમભૂ વેપાર ધંધા બંધ કર્યા છે ત્યારે આજે અમદાવાદ ગ્રામ્યમા પણ કોરોના ની ચેઇન તોડવા માટે હવે વેપારીઓ આગળ આવ્યા છે અને ૪ થી સવારના ૬ વાગ્યા સુધી તમામ ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે આજે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાથીજન, ગેરતપુર અને વિવેકાનંદનગર ના તમામ વેપારીઓની આજે એક મિટિંગ યોજાઈ હતી જેમાં પોલીસ સ્ટેશનના પી આઈ પણ ઉપસ્થિતિમાં હતા અને ચર્ચા વિચારણા બાદ સાંજે ૪ થી સવારના ૬ વાગ્યા સુધી તમામ વેપારધંધા બંધ રાખવામાં આવશે. જાેકે આ ર્નિણય લેવામાં વેપારીઓ ખુદ આગળ આવ્યા છે એની સાથે સાથે શાકભાજીની લારીઓ અને ગલ્લા નાના નાના વેપારીઓએ પણ પહેલ કરી છે આ વિશે વિવેકાનંદનગરના પી આઈ વાય. બી ગોહિલ એ જણાવ્યું હતું કે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ લારી ગલ્લા અને દુકાનોના વેપારીઓ હાજર રહયા હતા અને તેમને આ કોરોના ચેઇન તોડવા માટે વેપાર ધંધા બંધ રાખવાનો ર્નિણય લીધો છે તેમને તેમને વધુમાં જણાવ્યું હતું કે સાંજે લોકોનો ઘસારો માર્કેટમાં વધુ હોય છે ભીડ પણ વધુ થાય છે જેના કારણે કોરોના સંક્રમણ ફેલાય જેને લઈને આ ર્નિણય લેવામાં આવ્યો છે.