દિલ્હી-

ભારતીય વાયુસેનાનો ભાગ બની ચુકેલા રાફેલ યુદ્ધ વિમાન પોતાના દુશ્મનોનો ખાતમો બોલાવવા સંપૂર્ણ રીતે તૈયાર છે. આ યુદ્ધ વિમાન માટે એરફોર્સે જે ખાસ હથિયાર .HAMMER ની માંગણી કરી હતી તેનો ફ્લાઈટ ટેસ્ટ કરવામાં આવ્યો છે.HAMMER એક એવુ હથિયાર છે જે GPS વગર પણ પોતાના ટાર્ગેટનો શોધીને ખાતમો બોલાવી શકે છે.

દક્ષિણ-પશ્ચિમી ફ્રાંસમાં આ મિસાઈલના 1000 કિલોના વર્ઝનનો રાફેલ સાથે ફ્લાઈટ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. લગભગ 1200 કિલો વજન ધરાવતી HAMMER ક્રુઝ મિસાઈલ પણ રાફેલ વડે દાગી શકાશે. આ મિસાઈલ પણ ભારત આવનારા રાફેલ વિમાનનો મહત્વનો ભાગ રહેશે.

HAMMER મિસાઈલની રેંજ્જ 20 થી 70 કિલોમીટર સુધીની હોઈ શકે છે. એટલે કે લોન્ચ એરક્રાફ્ટ દુશ્મનના એર ડિફેંસ સિસ્ટમની નજરમાં ના આવી શકે. ખાસ વાત એ છે કે, વિસ્તાર ગમે તેવો હોય પણ આ મિસાઈલ દુશ્મનને શોધીને પાર પાડ્યે છુટકો કરે છે. આ મિસાઈલને ઓછી ઉંચાઈ અને પહાડી વિસ્તારમાં પોતાનો શિકાર શોધવામાં મહારત હાંસલ છે. માટે જ રાફેલને ચીન અને પાકિસ્તાન સરહદે તૈનાત કરવાની આતુરતાપૂર્વક રાહ જાેવામાં આવી રહી છે.

આ એક ગાઈડેડ મિસાઈલની માફક કામ કરે છે અને બોમ્બની માફક પણ. આ એક મોડ્યુલર હથિયાર છે. જેનો અર્થ એ થયો કે તેને ચલાવવા માતે કોઈ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવાની જરૂર નથી. તેને સેટેલાઈટ ગાઈડેંસ, ઈન્ફ્રારેડ સીકર અને લેઝર દ્વારા ગાઈડ કરી શકાય છે.

ૐછસ્સ્ઈઇ કિટને જુદી જુદી સાઈઝના બોમ્બ સાથે ફીટ કરી શકાય છે. આ મિસાઈલ 125 કિલો, 250 કિલો, 500 કિલો અને 1000 કિલોના બોમ્બ છોડી શકે છે. 1000 કિલોનું જે વર્ઝનનો ફ્લાઈટ ટેસ્ટ થયો છે તે ભલભલા બંકરનું પણ નામોનિશાન મિટાવી શકે છે. આ મિસાઈલ કોંક્રિટના મજબુત કવરને પણ ભેદી શકે છે.