અમદાવાદ-

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી કોલકાતા, સમસ્તીપુર, દાનાપુર અને રાજકોટથી સમસ્તીપુર તથા ઓખાથી ગુવાહાટી (વિશેષ ભાડા સાથે) માટે સાપ્તાહિક સ્પેશીયલ ટ્રેન સેવા (દરેક એક યાત્રા) વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09413 અમદાવાદ – કોલકાતા સ્પેશિયલ અમદાવાદથી એક ટ્રીપ 12 મે 2021 બુધવારના રોજ અને ટ્રેન નંબર 09414 કોલકાતા – અમદાવાદ સ્પેશિયલ કોલકાતાથી એક ટ્રીપ 15 મે 2021 શનિવાર ના રોજ વિસ્તારિત કરવામાં આવી છે.

ટ્રેન નંબર 09453 અમદાવાદ – સમસ્તીપુર સ્પેશિયલ અમદાવાદથી એક ટ્રીપ 16 મે 2021 રવિવારના રોજ અને ટ્રેન નંબર 09454 સમસ્તીપુર – અમદાવાદ સ્પેશિયલ સમસ્તીપુર થી એક ટ્રીપ 19 મે 2021 બુધવાર ના રોજ વિસ્તારિત કરવામાં આવી છે. ટ્રેન નંબર 09467 અમદાવાદ – દાનાપુર સ્પેશિયલ અમદાવાદથી એક ટ્રીપ 09 મે 2021 રવિવારના ​​રોજ અને ટ્રેન નંબર 09468 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ દાનાપુર થી એક ટ્રીપ 11 મે 2021 મંગળવારના રોજ વિસ્તારિત કરવામાં આવી છે. ટ્રેન નંબર 09521 રાજકોટ-સમસ્તીપુર સ્પેશિયલ રાજકોટથી એક ટ્રીપ 12 મે 2021 બુધવાર ના ​​રોજ અને ટ્રેન નંબર 09522 સમસ્તીપુર-રાજકોટ સ્પેશિયલ સમસ્તીપુર થી એક ટ્રીપ 15 મે 2021 શનિવારના રોજ વિસ્તારિત કરવામાં આવી છે. ટ્રેન નંબર 09501 ઓખા-ગુવાહાટી સ્પેશિયલ ઓખાથી એક ટ્રીપ 07 મે 2021 શુક્રવાર ના રોજ અને ટ્રેન નંબર 09502 ગુવાહાટી-ઓખા સ્પેશિયલ ગુવાહાટીથી એક ટ્રીપ 10 મે 2021 સોમવારના રોજ વિસ્તારિત કરવામાં આવી છે.

મુસાફરો ટ્રેનની સંરચના, આવર્તન, ઓપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપ તથા ટ્રેનોના આગમન અને પ્રસ્થાનની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે. 06 મે 2021 થી ટ્રેન નંબર 09413 અને 09521 નું બુકિંગ 07 મે 2021 થી તથા 09453 નું બુકિંગ 08 મે 2021 થી તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ યાત્રી આરક્ષણ કેન્દ્ર અને આઈઆરસીટીસી વેબસાઇટ પરથી શરૂ કરવામાં આવશે.