ગાંધીનગર-

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે,રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત સારવાર પુરી પાડવા માટે નવી ૯૦ એમ્બ્યુલન્સ ખરીદવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યુ કે,રાજય સરકારના આરોગ્ય વિભાગના ઉપયોગ માટે ખરીદવામાં આવનાર આ નવી ૯૦ એમ્બ્યુલન્સ પૈકી ૭પ એમ્બ્યુલન્સ ૧૦૮ની સેવાઓ માટે તથા ૧૫ એમ્બ્યુલન્સ રાજયની જનરલ હોસ્પિટલોને ફાળવવામાં આવશે.જેના પરિણામે દર્દીઓને અપાતી આરોગ્ય સેવામાં વધારો થશે. આરોગ્ય વિભાગના ઉપયોગ માટે ખરીદવામાં આવનાર આ નવી ૯૦ એમ્બ્યુલન્સ પૈકી ૭ પ એમ્બ્યુલન્સ ૧૦૮ની સેવાઓ માટે તથા ૧૫ એમ્બ્યુલન્સ રાજયની જનરલ હોસ્પિટલોને ફાળવવામાં આવશે.જેના પરિણામે દર્દીઓને અપાતી આરોગ્ય સેવામાં વધારો થશે.