ગામંધીનગર-

રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને કોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયા બાદ સીએમ વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિજય રૂપાણીએ રાજ્યમાં તમામ જગ્યાએ ફાયર સેફ્ટીનું NOC ફરજિયાત હોવાનો નિર્ણય કર્યો છે. 

રાજ્યમાં હાઈરાઈઝ બિલ્ડીંગો, વાણિજ્યક સંકુલ, સ્કૂલો, કોલેજ, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમો માટે NOC ફરજિયાત કરી દીધી છે અને દર 6 મહિને ફાયર સેફ્ટી NOC રિન્યુઅલ કરાવવું પડશે. તેના માટે રાજ્યમાં ખાસ ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂક કરાશે. સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરોની પેનલ બનાવાશે.

રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજીયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આ હેતુસર પ્રાઇવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે. આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાન માલિક, કબજેદારો, ફેકટરી ધારકોએ એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને રીન્યુઅલ કરાવવું પડશે. આ માટે ખાનગી યુવા એન્જિનિયર્સને સરકાર નિર્દિષ્ટ તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફીસર તરીકે પ્રેકટીસ કરવા મંજૂરી આપશે. રાજ્યના નગરો અને મહાનગરોમાં આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરની પેનલ તૈયાર કરવામાં આવશે. શહેરોમાં ફાયર સેફ્ટી એકટની કલમ 12 મુજબ આવા ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણુક કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ પહેલ રૂપ નિર્ણયથી સિવિલ, મિકેનીકલ, ઇલેક્ટ્રીકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા એન્જિનિયર્સને સ્વ રોજગારીની નવી તકો મળતી થશે.