મુખ્ય સમાચાર

  • ગુજરાત

    ગણ સુદ-૧ના દિવસે મોટો મેળો ભરાય 

    છોટાઉદેપુર જિલ્લામાં હોળીના બીજા દિવસથી એટલે કે ધુળેટીના દિવસે ગામે-ગામ ચૂલના મેળા ભરાય છે. જેમાં કવાંટ તાલુકાના રૂમડીયા ગામે ફાગણ સુદ-૧ના દિવસે મોટો મેળો ભરાય છે તેમજ નવાલજા, પાનવડ, મોટી આમરોલ, પાનીબાર, જેતપુરપાવી, હરવાંટ, ડુંગરવાંટ, છોટાઉદેપુર ખાતે પણ મેળા ભરાય છે. ચૂલના દિવસે મેળામાં જતાં આદિવાસી યુવાનો આખો દિવસ ઉપવાસ રાખે છે અને ચૂલના જીવતા અંગારા ઉપર ચાલવાની માનતા રાખે છે. માનતા પૂરી કરવા માટે યુવાનો જીવતા અંગારા ઉપર ચાલે છે.
    વધુ વાંચો
  • ગુજરાત

    માર્ચમાં જ ૪૦૦ને પાર

    વડોદરા, તા.૨૭હજી તો માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યાં કાળઝાળ ગરમી સાથે આજે મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સેન્ટિગ્રેડ ઉપર પહોંચતા પરસેવે રેબઝેબ થઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હજી ગરમી વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. તો બીજી તરફ માર્ચ મહિનામાં આટલી ગરમી છે તો એપ્રિલ- મેમાં ગરમી ક્યાં પહોંચશે તેવી ચર્ચા પણ શરૂ થઈ છે. આકરી ગરમીના કારણે તેની સીધી અસર બપોરના સમયે માર્ગો પર જાેવા મળી રહી છે. આ વખતે ઉનાળો વધુ આકરો રહે તેવી શક્યતા વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી એકાએક ગરમીનો પારો વધતા માર્ચ મહિનાના આખરી દિવસોમાં જ આટલી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવારથી જ સૂર્ય દેવતા અગનગોળા વરસાવતા મહત્વના કામ સિવાય લોકો ધરો તેમ જ ઓફિસોની બહાર જવાનું ટાળી રહેલા જાેવા મળ્યા હતા.તેમાય આજે મહત્તમ તાપમાનનો પારો વધીને ૪૦.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ પર પહોંચ્યો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન પણ વધીને ૨૩.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ પર પહોંચ્યો હતો. જાેકે, બપોરના સમયે લૂ લાગે તેવા પવનના કારણે આકરી ગરમીની સીધી અસર માર્ગો પર જાેવા મળી હતી. ઉનાળાની શરૂઆત સાથે ઠેર ઠેર શેરડીના કોલા, છાસ, લસ્સી તેમજ કોલ્ડ્રિંક્સના સ્ટોલ તેમજ હાટડીઓ ખુલી ગઈ છે. ઉનાળાની શરૂઆત સાથે કમાટીબાગ ઝૂ ખાતે પશુ પક્ષીઓને ગરમીમાં રાહત મળે તે માટે પાંજરાની ફરતે ગ્રીન નેટ લગાડવાની સાથે સમયાંતરે પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હજુ ગરમીનો પારો વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. ત્યારે માર્ચ મહિનામાં પારો ૪૦ ડિગ્રી પાર કરી ગયો છે. તો મે મહિનામાં ગરમી ક્યાં પહોંચશે તેની ચિંતા લોકો વ્યક્ત કરી રહ્યા છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા, જે સાંજે ૨૬ ટકા અને હવાનુ દબાણ ૧૦૦૯.૬ મિલિબાર્સ અને પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિ કલાકના ૫ કિ.મી. નોંધાઈ હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    મહી નદીના કૂવાની ફિડર લાઇનનું ઇન્ટર લિન્ક અને લીકેજ રિપેરીંગની કામગીરી મોડી રાત્રે પૂર્ણ

    વડોદરા, તા.૨૭વડોદરા કોર્પોરેશન દ્વારા આજે સવારના પાણી વિતરણ બાદ મહીસાગર સ્થિત ફ્રેન્ચ વેલની ફીડર લાઈનના ઈન્ટરલીન્કીંગની કામગીરી રાયકા ગામ અને નંદેસરી ચોકડી પાસે તેમજ દોડકા ગામ ખાતે ફિડર લાઈનના લિકેજ રીપેરીંગની કામગીરી હાથ ધરાઇ હતી. સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયેલી કામગીરી ૧૨ કલાક બાદ મોડી રાત્રે પૂર્ણ થતા પમ્પો શરૂ કરીને લાઈન ચાર્જ કરવાની શરૂ કરાઈ હતી. જાેકે, આવતિકાલે સવારે પણ ઓછા પ્રેસરથી અને ઓછો સમય પાણીનું વિતરણ કરાશે. વડોદરા શહેરના મહી નદી સ્થિત ચાર ફ્રેન્ચ કૂવામાંથી મોટા ભાગનું પાણી વિતરણ કરાય છે. આ કુવા પૈકી કોઈપણ એક કૂવામાં તકલીફ સર્જાય ત્યારે પાણીની આવક પર સીધી અસર પડે છે. જેથી કુવાની પાણીની લાઈન ઇન્ટરલિંક કરવાની કામગીરી આજે સવારે પાણી વિતરણ બાદ શરૂ કરાઇ હતી. તેમજ દોડકામ ખાતે પાણીની ફીડર લાઈનમાં લીકેજ રીપેરીંગની કામગીરી પણ કરાઇ હતી. જેના પગલે શહેરના ઉતર, પુર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કારેલીબાગ, નોર્થ હરણી, પુનમનગર, સમા (જુની) ખોડીયારનગર બુસ્ટર, આજવા, પાણીગેટ, નાલંદા, ગાજરાવાડી, એરપોર્ટ બુસ્ટર, વડીવાડી, ગોરવા, સુભાનપુરા, અકોટા, દશામા બુસ્ટર અને કલાલી પાણીની ટાંકી ખાતેથી સાંજના સમયનું પાણી વિતરણ કરાયુ ન હતુ.
    વધુ વાંચો
  • ગુજરાત

    પાલિકાતંત્ર દ્વારા સમા વિસ્તારમાં વિવિધ સ્થળે આવેલાં ૨૦ ઢોરવાડાંને નોટિસ 

    વડોદરા, તા.૨૭ધુળેટીની રાત્રિના શહેરના સમા વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટી પર થયેલા હુમલાની ધટના બાદ એક્શનમાં આવેલા પાલિકા તંત્ર દ્વારા સમા તથા છાણી વિસ્તારમાં આવેલા ઢોરવાડાની મુલાકાત લઈને સમાના અલગ અલગ સ્થળે આવેલા ૨૦ ઢોરવાડાને પરવાનગી મેળવી છે કે કેમ અને ઢોરવાડામાં રાખવામાં આવેલા પશુઓને ટેગીંગ કર્યુ છે કે કેમ તેના પૂરાવા રજૂ કરવા નહી તો ત્રણ દિવસમાં જમીનના પુરાવા તેમજ ઢોરવાડાનો પરવાનો મેળવી લેવા સુચના આપી છે. જાે સમયસર મંજૂરી નહી મેળવાય તો કાર્યવાહી કરવાની સૂચના આપી છે. વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીની ટીમ ધુળેટીની રાત્રે સમા વિસ્તારમાં ગાયો પકડવા માટે ગઈ હતી. દરમિયાન ગૌપાલકોએ પાલિકાની ટીમ પરહુમલો કર્યો હતો અને ગાયો છોડાવીને લઈ ગયા હતા. આ બનાવમાં ઢોર પાર્ટી પર હુમલો કરનારા ગૌપાલકો સામે સમા પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી હતી.ત્યારે હુમલાની ધટના બાદ હવે પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યુ છે. પાલિકાની ઢોર પાર્ટીની ટીમે સમા વિસ્તારમાં નવરંગપુરા સોસાયટીમાં પાંચ, જાદવ પાર્કમાં ૧૧ અને છાણી કેનાલ રોડ પર આવેલ ગણેશ નગરમાં ચાર જગ્યાએ ઉભા કરાયેલા ઢોરવાડાના માલિકોને તેમના ઢોરવાડાની મંજૂરી તેમજ જગ્યાના પૂરાવા ઉપરાંત પશુઓને ટેગીંગ કરેલુ છે કે કેમ ? તેની વિગતો ત્રણ દિવસમાં રજૂ કરવા અને આ અંગેની માહિતી વોર્ડ કચેરી અને સેનેટરી વિભાગને જાણ કરવા સુચના આપી છે. પાલિકાની ટીમ દ્વારા ૨૦ ઢોરવાડાના માલિકોને મૌખિક સૂચના આપી હતી.જાે જરૂરી લાયસન્સ સહિતના પૂરાવા રજૂ કરવામાં નહી આવે તો આ ઢોરવાડા સામે કાર્યવાહી કરવાની સુચના આપી હતી.
    વધુ વાંચો
  • ગુજરાત

    સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં સમા- સાવલી રોડ પર ગાડી ડિવાઇર પર ચઢી

    વડોદરા, તા. ૨૭વડોદરા શહેર ના સમા સાવલી રોડ પર ના મુખ્ય માર્ગ પરથી પસાર થી કાર ના ચાલકે સ્ટિયરિંગ પર નો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર પર ચડી ગઇ હતી સદનસીબે કોઈ.જાન હાનિ થઈ ન હતી વડોદરા શહેર ના સમા સાવલી રોડ વાહનો ની ચહલ પહલ થી ધમધમતો માર્ગ છે આ માર્ગ પરથી ભારે માત્રામાં.વાહનો.પસાર થતા હોય છે.બપોરની કાળઝાળ ગરમી માં શહેર ના રહેતા વૃધ્ધ.ઘનશ્યામ ભાઈ પટેલ સમાં સાવલી વિસ્તાર માં પોતાની કન્સ્ટ્રકશન સાઈડ ચાલે. જ્યાં તેઓ .પોતાની કાર લઈ ને સમાં સાવલી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા દરમીયાન એકાએક સ્ટિયરિંગ પર નો કાબુ ગુમાવી દેતા કાર મુખ્ય માર્ગ પર ના ડિવાઈડર ચઢી ગઈ હતી..કારની ઝડપ.ધીમી હોવા ના કારણે માર્ગ. પરથી પસાર થતા અન્ય વાહનો સાથે.અકસ્માત ન સર્જાતાં મોટી જાનહાનિ ટળી હતી જ્યારે કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો જ્યારે આ ઘટના થી આસપાસ ના લોકો દોડી આવ્યા હતા.
    વધુ વાંચો
  • ગુજરાત

    ઢોરપાર્ટી પર હિંસક હુમલો કરી માથાભારે પશુમાલિકો ગાયને છોડાવી ગયાં!!

    વડોદરા, તા. ૨૬શહેરના સમા વિસ્તારમાં ગત રાત્રે રસ્તે રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરી રહેલા કોર્પોરેશનના ઢોરપાર્ટીએ એક ગાયને પકડી હતી. આ દરમિયાન ગાયના માલિકે ત્યાં દોડી આવી ઢોરપાર્ટીના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી અને તેના ત્રણ સાગરીતો સાથે મળીને ગાયને છોડાવીને ભગાડી મૂક્યા બાદ ઢોરપાર્ટીના કર્મચારીઓ અને સરકારી વાહન પર પથ્થરમારો કરી વાહનની તોડફોડ કરી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા ત્રણ કર્મચારીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચાર હુમલાખોરો પૈકીના એકને આજે બપોરે ઝડપી પાડ્યો હતો. કોર્પોરેશનના ઢોરપાર્ટીના ઈન્સ્પેક્ટર સિમોનભાઈ ખ્રિસ્તી ગત રાત્રે ઢોર પાર્ટીના સુપરવાઈઝર આશિકભાઈ શબ્બીરભાઈ તેમજ ઢોર પાર્ટીના સિક્યુરિટી સ્ટાફના રૂપેશ જીતેન્દ્ર ખેડકર અને માનવ ગણેશભાઈ લોખંડે અને પોલીસ સાથે પોલીસ ભવનથી બે ટાટા યોધ્ધા ગાડી અને ઢોર મુકવાના એક ટ્રેક્ટર સહિતના વાહનો લઈને રસ્તે રખડતાં ઢોર પકડવાની કામગીરી માટે નીકળ્યાં હતા. તેઓએ રાત્રે પોણા અગિયાર વાગ્યાના અરસામાં સમા વિસ્તારમાં સુહાસ ચારરસ્તા પાસે એક ગાયને પકડી હતી. આ દરમિયાન ત્યાં હાજર ગાયનો માલિક રોહિત રણછોડ ભરવાડ(ખોડિયારનગર, સમા)એ ઉશ્કેરાઈને ઢોરપાર્ટી અને પોલીસ સાથે ઝઘડો કરીને જાણ કર્યા વિના કેમ ગાય પકડો છો? તેમ કહી ઝપાઝપી કરીને ગાયને છોડાવી દીધી હતી. ત્યારબાદ તેને ફોન કરતા ખોડિયારનગરમાં રહેતા વિપુલ રાઠવા, ભાવેશ કરમશી રબારી અને લાલો બોળિયા સહિત સાતથી આઠ પશુમાલિકો ત્યાં દોડી આવ્યા હતા અને ટોળાએ ઢોરપાર્ટીના સ્ટાફને અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી અને વિપુલ રાઠવાએ સરકારી ટાટા યોધ્ધા પર રસ્તા પર પડેલો બ્લોક મારીને આગળના કાચ તોડી નાખ્યો હતો જયારે પુશમાલિકનો ટોળાએ ઢોરપાર્ટી પર પથ્થરમારો કર્યો હતો. આ બનાવના પગલે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા અને પથ્થરમારામાં ઢોરપાર્ટીના રૂપેશ ખેડકર, આશિક શેખ અને માનવ લોંખેડને ઈજાઓ પહોંચતા તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની સિમોનભાઈની ફરિયાદના પગલે સમા પોલીસે રોહિત ભરવાડ સહિત ઓળખાયેલા ચાર હુમલાખોર પશુમાલિકો સામે ગુનો નોંધી તે પૈકીના ભાવેશ રબારીને આજે બપોરે ઝડપી પાડ્યો હતો.
    વધુ વાંચો
  • ગુજરાત

    અલવા ગામે સ્ટેટ મોનિટરીંગ સેલને બૂટલેગરે ઘરમાં પૂરી દીધાં,પોલીસે છોડાવ્યા!!

    વડોદરા, તા.૨૬જિલ્લાના વાઘોડિયા તાલુકામાં બૂટલેગરો બેફામ બન્યા છે. થોડા મહિના અગાઉ ડભાઇના શંકરપુરામાં એલસીબીના કોન્ટેબલ પર કરાયેલાં હુમલાની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં ફરી એકવાર વાઘોડિયાના અલવા ગામે ખાખીનો ખૌફ ભૂલેલા બૂટલેગરે રેડ કરવા આવેલ સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારી અને તેની સાથે આવેલ પંચોને ઘરના પૂરી દેતાં ચકચાર મચી ગઈ છે. અલવા ગામે ઘુળેટીના પર્વ પર ગામના તળાવ પાસેના મહાદેવ મંદિર નજીક કરિયાણા સહિત વિદેશી દારૂનો ખુલ્લેઆમ ધંધો કરતો જગો ઊર્ફે જગદિશ શનાભાઈ પરમારને ત્યાં એસએમસીએ બાતમીના આધારે રેડ કરી હતી. તપાસ દરમિયાન એક્ટિવાની ડેકીમાં સંતાડી રાખેલાં બીઅર તેમજ વિદેશી દારૂ ગ્રાહકોને આપતાં પોલીસેે રંગે હાથ પકડ્યો હતો. ત્યાર બાદ વિદેશી દારૂનો જથ્થો પકડવા જગાને લઈ તેના ઘરે પહોંચેલી પોલીસને જાેઈ ગ્રામજનો ટોળે વળ્યાં હતા અને બૂટલેગરના ઈશારે ગામલોકોએ હલ્લાબોલ કરી પોલીસને ઘેરી ઘરમાં પૂરી દીધાં હતા. જાેકે ગામમાં ચર્ચાતી વાતો મુજબ બુટલેગર સાથે સ્ટેટ મોનિટરીંગ સેલે બળ પ્રયોગ વાપરી ઝપ્પાઝપી કરતાં બૂટલેગરને હાથના કાંડાના ભાગે અને પગના ભાગે ઈજા થતાં ગ્રામજનો ઉશ્કેરાયાં હતા ને સ્ટેટ મોનિટરીંગ સેલ સહિત આવેલ અન્ય કર્મચારીઓ સાથે બબ્બે હાથ કર્યા બાદ ઘરમાં પૂરી દીધાં હતાં! લોકમુખે ચર્ચા વહેતી થતાં ચકચાર મચી ગઈ હતી.એટલું જ નહિ પોલીસને ઘરમાં પૂરી દઈ સંતાડેલો દારૂનો જથ્થો બૂટલેગરના સાગરીતોએ સગેવગે કર્યો હોવાની ચર્ચા ચોરેને ચૌટે ચાલી હતી.બીજી તરફ સ્ટેટ મોનિટરીંગ સેલની મદદે જિલ્લા પોલીસ, એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ સહિત સ્થાનિક પોલીસના ઘાડેઘાડા ગામમાં પહોંચ્યા હતા. પોલીસના ધાડા જાેતાં ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. બીજી તરફ પોલીસની મદદ લઈ બૂટલેગરને વાઘોડિયા પોલીસ મથકે લાવ્યા બાદ પ્રથમ સારવાર કરાવી બાદમાં તેની સામે કાયકેસરની કાર્યવાહી હાથ ઘરી હતી. પોલીસે દારૂના જથ્થા સહિત રૂ.૩૧,૨૭૦નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે, પી. આર. જાડેજાએ મામલોને વાળી લેતાં જણાવ્યું હતું કે, ગામલોકોએ સિવિલ ડ્રેસમાં પહોંચેલી પોલીસને નકલી પોલીસ સમજી બેઠાં હતા. કોઈ કે પોલીસ પર હુમલાની અફવા ફેલાવી છે. ગેરસમજના કારણે તાલુકામાં પોલીસને માર માર્યાની વાત વહેતી થઈ હતી. સ્ટેટ મોનિટરીંગ સેલના છટકામાંથી બૂટલેગર ભાગવા જતાં પડી ગયો હતો, એટલે ઈજા પહોંચી હતી. ટેકનિકલનો જમાનો છે,એટલે લોકોએ ટોળાનો વિડીયો બનાવ્યો હોય, કોઈ હુમલાની ઘટના નથી બની.
    વધુ વાંચો
  • ગુજરાત

    વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવારનો વિરોધ કરતી ચેટ વાયરલ

    વડોદરા, તા.૨૬વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ આંતરિક જૂથબંધી યથાવત રહેવા પામી હોય તેમ ભાજપાએ રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ જૂથબંધીને લઈ રંજનબેન ભટ્ટે જાતે જ ચૂંટણી લડવાની ઈચ્છા નથી તેવી જાહેરાત કરતા ભાજપના ઉમેદવારોની પાંચમી યાદીમાં વડોદરાના નવા ઉમેદવાર તરીકે ડો.હેમાંગ જાેષીના નામની જાહેરાત કરવામાં આવી હતી. જાેકે, સાવલીમાં ભાજપા કાર્યકરોના સોશિયલ મિડિયામાં ચાલતા આઈ સપોર્ટ કેતન ઈનામદાર નામના ગૃપમાં તેઓનો વિરોધ શરૂ થયો છે. જેનેે લઈ ભાજપા મોરચે ખળભળાટ મચ્યો છે. સાવલી તાલુકામાં ભાજપા દ્વારા જાહેર કરાયેલ લોકસભાના ઉમેદવાર ડો. હેમાંગ જાેશી સામે તાલુકાના ભાજપા કાર્યકરોના સોશિયલ મિડિયા ગૃપમાં વિરોધ અને મત નહી આપવાની પોસ્ટ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે.ગત રોજ આઈ સપોર્ટ કેતનભાઈ નામના ગૃપમાં કાર્યકરો દ્વારા વિવિધ મેસેજ કરીને વિરોધ નોંધાવ્યો હતો.તેવામાં આજરોજ ભાદરવા જિલ્લા પંચાયતના ગૃપમાં પણ વિરોધ કરતા મેસેજને લઈ સાવલી તાલુકા ભાજપામાં ચકચાર મચી હતી. સોશીયલ મિડિયાના ગૃપમાં અમને જે માણસ ઓળખતો હશે તેનેજ મત આપવાનો બાકી નહી, તેમજ આ વખતે કેતનભાઈ નથી ફાવેે તો વોટ આપો જેવી પોસ્ટ વાઈરલ થઈ રહી છે.ઉપરાંત સાગરભાઈ ભાદવા થી સાંસદની ટિકિટ પર આવી રહ્યા છે. તેવી પણ પોસ્ટ વાઈરલ થઈ હતી. ત્યારે લોકસભાના ભાજપાના ઉમેદવારનો વિરોધ કરતી પોસ્ટ સોશિયલ મિડિયામાં વાઈરલ થતા રાજકિય મોરચે ચકચાર મચી ગઈ હતી.જાેકે ,જે વોટ્‌સએપ ગૃપની ચેટ વાયરલ થઈ છે તે ગૃપમાં સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર નથી. આ ગૃપ તેઓના નજીકના સમર્થકોનું ગૃપ છે. તેઓ એમ પણ લખે છે કે, ભાજપને મત કેતન ઇનામદારને કારણે મળે છે. પરંતુ, આ વખતે કેતનભાઇ ક્યાં ચૂંટણી લડે છે. આપણે તો કેતનભાઇના લીધે બીજેપીને વોટ આપીએ છે. વિરોધ થતાં ધારાસભ્ય એક્શનમાં સાવલી તાલુકાના આઈ સપોર્ટ કેતનભાઈ નામના સોશિયલ મિડિયાના ગૃપમાં ભાજપાના લોકસભાના ઉમેદવાર સામે વિરોધ કરતી પોસ્ટની જાણ ધારાસભ્ય કેતન ઈનામદારને થતા તેમણે તુરંત તેમણે આવા નેગેટીવ મેસેજ, ચેટ નહીં કરવા તેનાથી પાર્ટી અને મારી છબી ખરડાય.અને આપણે પાર્ટીના નિર્ણને વધાવીને નિર્વિવાદીત ઉમેદવાર ડો. હેમાંગ જાેશીને જંગી બહુમતી થી જીતાડવાનો છે તેમ કહ્યું હતું.
    વધુ વાંચો
  • ગુજરાત

    પોસ્ટર વૉરમાં વડાપ્રધાનના વખાણ કરનાર નેતાને સસ્પેન્ડ ક્યારે કરાશે?

    વડોદરા, તા. ૨૨ભાજપના નેતાના વખાણ કરનાર કે પછી તેમને મદદ કરનાર નેતાઓને કોંગ્રેસ દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે. ત્યારે વડોદરામાં ચોરેને ચોંટે જેની ચર્ચા છે તે બેનર કાંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરનાર યુથ કોંગ્રેસના પ્રમુખ અને શહેર કોંગ્રેસના પ્રમુખને પાર્ટી સસ્પેન્ડ કરશે કે કેમ તેવી ચર્ચાએ શહેરના કોંગ્રેસી કાર્યકરોમાં જાેર પકડ્યું છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે સતત ત્રીજી ટર્મ માટે સાંસદ રંજનબહેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે જ્યોતિબહેન પડ્યા દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વહેતી નદીમાં હાથ ધોવામાં કોંગ્રેસના નેતાઓ ભાન ભૂલ્યા છે. યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી ઓડ દ્વારા કેટલાક વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે, મોદી તુજસે બેર નહીં, રંજન તેરી ખેર નહીં. જે ઘટનામાં પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસના નિવેદનમાં હેરી ઓડ દ્વારા આ કૃત્ય કરવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેશીએ કહ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા બન્નેની પુછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે મૂળ વાત તો એ છે કે વિરોધ કરવામાં ભાન ભૂલેલા હેરી ઓડ અને ઋત્વિજ જાેશી દ્વારા ભાજપના નેતા અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં આવ્યા છે. ત્યારે યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી ઓડ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેશી સામે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પગલાં લેવામાં આવશે કે કેમ તે ચર્ચાનો વિષય છે. ઋત્વિજને પોલીસે હાજર રહેવા નોટિસ આપી હતી શહેર પોલીસે બેનર પ્રકરણ અંગે જણાવ્યું હતું કે, સંગમ ચાર રસ્તા વિસ્તારમાં બેનરો લગાવનાર હરીશ ઉર્ફે હરી ઓડ, ધ્રુવિત વસાવાએ પોલીસ પુછપરછમાં બેનરો શહેર કોગ્રેસ પ્રમુખ રૂત્વિજ જાેષીની સૂચનાથી લગાવવાની કબૂલાત કરી હતી. જેના આધારે રૂત્વિજ જાેષીને તા. ૨૨ માર્ચના રોજ વારસિયા પોલીસ મથકમાં હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વારસિયા પોલીસ મથકે ઋત્વિજ હાજર ન રહેતાં કાર્યકરોમાં ચર્ચા બેનર કાંડમાં શહેર કોગ્રેસ પ્રમુખ રૂત્વીક જાેષીને વારસીયા પોલીસ મથકમા ંહજાર રહેવાની નોટીસ પાઠવામાં આવી હતી. પોતાનુ નિવેદન આપવા માટે હાજર થયેલા શહેર કોગ્રેસ પ્રમુખની સાથી કોગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જાેકે બીજી બાજુ વિપક્ષ નેતા હાજર ન રહેતા વારસીયા પોલીસ મથકમાં ઉમટી પડેલા કોંગી કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો હતો. માંજલપુરમાં કોંગ્રેસના કાર્યક્રમની મિટિંગ બાદ બેનર કાંડને અંજામ અપાયો? કોંગ્રેસે કાર્યક્રમ કરવા માટે માંજલપુર વિસ્તારમાં કકોંગી કાર્યકરોની સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગ કર્યા બાદ ઋત્વિજ જાેશીએ વોર્ડનં ૧૨ના કોગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોરને વિરોધ કરવા માટે બેનરો આપવામાં આવ્યા હતાં. રાકેશ ઠાકોરે તેના બીજા બે મિત્રો સાથે મળીને ખિસકોલી સર્કલ પાસે બેનરો લગાવ્યા હતા. માંજલપુરમાં થયેલ મીટિંગ બાદ જ બેનર કાંડ ઉભો થયો હોય તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે. વોર્ડ નં. ૧૨ના પ્રમુખ રાકેશ ઠાકોર કોણ છે? ગુજરાતના રાજયના મુખ્યામંત્રી, ભાજપા પ્રદેશ પ્રમુખ અને શહેર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટના લગાવેલા બેનરોમાં રાકેશ ઠાકોર કોણ તેવી ચર્ચા શહેરમાં ચાલી રહી છે. રાકેશ ઠાકોર આમ તો વોર્ડ નં. ૧૨ના પ્રમુખ તો છે સાથે સાથે તે તલસટ ગામના સતત ૨૫ વર્ષથી સરપંચ હતા તેમના સંગા ભત્રીજા હોવાની ચર્ચા છે. રાકેશ ઠાકોરે હર્ષદ ઠાકોર અને નીતિન પઢીયાર સાથે મળીને ખિસકોલી સર્કલ પર બેનરો લગાયા હતા તેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા. તેમજ આ ત્રણેય લોકોએ ઋત્વિજ જાેશીએ બેનરો આપ્યા હોવાની કબૂલાત કરી હતી. ઋત્વિજ જાેશીએ જ બેનર આપ્યાં હતાં ઃ રાકેશ ઠાકોર સહિત ત્રિપુટીની કબૂલાત, કોંેગી પ્રમુખનો ઇન્કાર ખિસકોલી સર્કલ પાસે લાગેલા બેનરોમાં પોલીસે ત્રણ લોકોની અટકાયકત કરી હતી. ત્રણેયને શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાની ગાડીમાંથી બેનરો કાઢીને લગાવવા આપ્યા હતા, તેવી કબૂલાત ખિસકોલ સર્કલ પાસે બેનર લગાવનાર રાકેશ ઠાકોર સહિત લોકોએ પોલીસને જણાવ્યું હતું. બીજી બાજુ શહેર કોંગ્રેસ પ્રમુખએ આ વાતનો ઇનેકાર કર્યો હતો પોલીસ મથકમાં નિવેદન આપ્યા બાદ ઋત્વિજ જાેશીનો સૂર બદલાયો બે દિવસ પહેલા હરણી વારસીયા તેમજ ખીસકોલી સર્કલ પાસે શહેરના લોકસભા ભાજપના ઉમેદવાર, રાજયના મુખ્યમંત્રી અને પ્રેદશ પ્રમુખના શહેરમાં બેનરો લાગ્યા હતા. જે બેનરો શહેર કોગ્રેસ પ્રમુખે આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જે બાબતે વારસીયા પોલીસે આજરોજ પોલીસ મથકમા ંહાજર રહેવા નોટીસ આપતા શહેર કોગ્રેસ પ્રમુખ રૂત્વીક જાેષી નિવેદન પહેલા ભાજપની વિરૂદ્ધ આક્ષેપો કરતા હતા, ત્યારબાદ નિવેદન આપ્યા બાદ બહાર આવેલા રૂત્વીક જાેષીએ મીડિયા સમક્ષ કશુ બોલાવાનું ઇન્કાર કર્યો હતો. જાેકે, પોલીસ મથકમાં નિવેદન આપવામાં બાદ રૂત્વીક જાેષીના સૂર બદલાયા હતાં.
    વધુ વાંચો
  • ગુજરાત

    વોર્ડ -૧૨ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરને ઋત્વિજ જાેશીએ જ બેનર આપ્યાં હતાં

    અગામી લોકસભા સામાન્ય ચૂટણી-૨૦૨૪ યોજાનાર હોય તે સંબંધે વડોદરા શહેર અટલાદારા પોલીસ મથક હદ વિસ્તારમાં આજરોજ આગામી લોકસભા ચૂટણી-૨૦૨૪ની જાહેર થયેલ ચૂટણી આદર્શ આચરસહિંતાનો ભંગ કરતા બેનર વડોદરા શહેરના વડસર થી અટલાદરા જતા રોડ પર ખિસ્કોલ ી સર્કલના રેલીંગ ઉપર આગામી લોકસભા સામાન્ય ચૂટણી -૨૦૨૪ અંતર્ગત અમુક ઇસમો સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી? એવુ બેનર લગાવેલ તેવા ઇસમો વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધીનીયમ મુજબ રાકેશભાઇ ઠાકોર (રહે, તલસટ), હર્ષદભાઇ જગદિશભાઇ ઠાકોર (રહે, અટલાદરા) અને નિતીન રયજીભાઇ પઢીયાર (રહે, માધવનગર)ની નામદાર કોર્ટની મંજુરી મેળવ્યા બાદ આ ગુનાની આગળની તપાસ હાથ ધરવામા આવેલ છે અને આ ત્રણેય ઇસમોની પુછપરછ દરમ્યાન મળેલ પુરાવા આધારે ગુનાના મુખ્ય સુત્રધાર તરીકે રૂત્વિજભાઇ દિલીપભાઇ જાેષી (રહે, વારસીયા)નુ નામ જણાવ્યું હતું. અટલાદરા પોલીસે રૂત્વીક જાેષી બેનર કાંડનો મુખ્ય સુત્રધાર હોવાથી તેણે આજરોજ નોટીસ પાઠવી અટલાદરા પોલીસ મથકે હાજર રહેવા જણાવ્યું હતું.
    વધુ વાંચો

રાષ્ટ્રીય સમાચાર

રાજકીય સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

બિઝનેસ

રમત ગમત


રાશી ફળ

ટેલિવુડ


ફૂડ એન્ડ રેસિપી


અજબ ગજબ


બૉલીવુડ