ઈસ્લામાબાદ-

કહેતા ભી દિવાના ઓર સુનતા ભી, આવી કહેવત તમે સાંભળી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરીયમ નવાઝે પણ કંઈક આવી જ વાત કરી છે. તેણે પાકિસ્તાનની ઈમરાનખાનની પાર્ટી પર એવો આક્ષેપ મૂક્યો છે કે, તેને ભારતમાંથી એક ભાજપના સભ્ય અને ઈઝરાયેલે મદદ કરી હતી. 

મરિયમે આ બંનેના નામો પણ જાહેર કર્યા હતા. તેણે ત્યાં સુધી કહ્યું હતું કે, આવા તો અસંખ્ય લોકો આ બંને દેશોમાંથી આ પાર્ટીને ફંડ આપે છે. ડોન અખબારનાં રિપોર્ટ મુજબ સરકાર વિરૂધ્ધ બોલતા મરયમે આરોપ લગાવ્યો કે ઇમરાને ભારત અને ઇઝરાયેલનાં લોકો પાસેથી ફંડ મળે છે, તેમણે કહ્યું શું તમને ખબર છે, કે તેમણે ભારત પાસેથી ફંડ લીધું છે?, બિજેપીનાં સભ્ય ઇન્દર દોસાંઝ, અને તેમને ફંડ આપનારા ઇઝરાયેલીનું નામ છે, બૈરી સી શનેપ્સ, મરયમે તે પણ દાવો કર્યો કે બંને દેશો પાસેથી અગણિત લોકો અને કંપનીઓ PTIને ફંડ આપે છે. પોતાનો રાજકીય એજન્ડા ચલાવવા માટે મરિયમે આવા આક્ષેપોનો સહારો લીધો હોવાનું જણાય છે.