અમદાવાદ,તા.૨૬ 

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે અને રોજેરોજ ૧૦૦૦થી વધુ કેસ રાજ્યમાં નોંધાઇ રહ્યા છે. મોતનોં આંકડો પણ હવે લોકોને ડરાવી રહ્યો છે. ત્યારે આ પહેલા કોરોનાના કેસ માત્ર અમદાવાદમા જ સૌથી વધુ નોંધાઇ રહ્યા હતા પરંતુ હવે કોરોનાનું નવું હોટસ્પોટ ડાયમંડ સીટી સુરત પણ બની ગયુ છે અહિં પણ હવે ૨૫૦થી વધુ કેસ રોજ સામે આવી રહ્યા છે.

લોકડાઉનમાં રાજ્યમાં માત્ર ૩૦૦ કેસ રોજ સામે આવી રહ્યા હતા પરંતુ હવે અનલોકમાં હવે રોજ ૧૦૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ પહેલા સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચા થઇ રહી હતી કે, સરકાર કોરોનાનાં કેસમાં ગોલમાલ કરી રહી છે અને વિપક્ષે પણ આક્ષેપ કર્યો હતો કે સરકાર ક્યાંક ને ક્યાંક કોરોનાનાં આંકડા સાથે ગોલમાલ કરી રહી છે. આ દરમિયાન હવે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના તંત્ર અને સરકાર પર આરોપ લગાવ્યો છે કે, કોરોનાની આંકડાકીય માહિતીમાં રાજરમત રમાઇ રહી છે અને કોરોના સંક્રમણના આંકડા છુપાવાય રહ્યા છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો એએમસી અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, કોરોનાની આંકડાકીય માહિતીમાં રાજરમત રામય રહી છે. એએમસી અને સરકાર અમદાવાદમાં કોરોના સંક્રમણના આંકડા છુપાવે છે., હાલમાં ૩૫ ટકા અમદાવાદીઓ કોરોના સંક્રમિત થઈ ચૂકવ્યા છે. વધુ ટેસ્ટ થાય તો ૩૫ ટકાથી વધુ લોકો સંક્રમિત હોવાનું સામે આવી શકે છે. ઇમરાન ખેડાવાલાએ વધુમાં આરોપ લગાવ્યો કે, સરકાર દ્વારા રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવનારની કુલ કેસમાં ગણતરી નથી થતી. રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવનારને હોમકોરોન્ટાઇન કરી દેવામાં આવે છે. અમદાવાદની હાલત વુહાન જેવી બની રહી છે.