ડભોઇ

ડભોઇ નગરના અનેક વિસ્તારો માં રખડતા શ્વાન લોકો ને શિકાર બનાવતા હોય પાલીકા તંત્રમૂક પ્રેક્ષકની જેમ વર્તન કરી રહી હોવાની લોકો માં બૂમો ઉઠવા પામી છે રેફરલ હોસ્પિટલ ના આંકડા જાેઈ એ તો છેલ્લા ૧૮ દિવસ માં ૮૦ ઉપરાંત લોકો ને શ્વાન કરડી જવાના બનાવો બન્યા છે છતા પાલીકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો બીજી તરફ શ્વાનની સંખ્યા દિવસે દિવસે વધી રહી હોય નગર ના અનેક વિસ્તારો માં શ્વાનના ઝુંડ ને ઝુંડ રાત્રી સમયે તેમનો અવાજ તેમજ દિવસ દરમ્યાન કેટલાક ઘરોના ઓટલા ઉપર ચરખી જવાના બનાવો થી નગરજનો ત્રાહીમાં પોકારી ગયા છે.

ડભોઇ નગરના અનેક વિસ્તારો માં દીવાસે દિવસે રખડતા શ્વાન ની સંખ્યા માં સતત્ત વધારો રહીશો નો માથાનો દુખાવો બની ગયો છે નગર માં આટલી સંખ્યામાં શ્વાનક્યાં થી આવે છે તે પણ એક પ્રશ્ન છે તો બીજી તરફ રહીશો ના ઓટલા ગંદા કરવા સહિત રાત્રી સમયે તેમના અવાજ થી રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્‌યા છે શ્વાન ની સંખ્યા સતત્ત વધતાં ની સાથે નગર માં ઠેર ઠેર સ્વાન ના ઝુંડ ને ઝુંડ જાેવા મળી રહ્યા છે તો બીજી તરફ રેફરલ હોસ્પિટલ ના આંકડા જાેઈ એ તો છેલ્લા ૧૮ દિવસ માં ૮૦ ઉપરાંત લોક ને શ્વાન કરડી જવાથી રસી લેવી પડી હોવાના આંકડા સામે આવી રહ્યા છે ત્યારે ૧૮મી તારીખે જ ૬ લોકો જેમાં શિવમભાઈ શંકારભાઈ વસાવા, વિનોદભાઈ ભિખાભૈયા વસાવા, સચિન રાજૂભાઈ બારીયા, જ્યોતિ અશવીનભાઈશાહ, ભાવની વિનય રાણા, સહિત મહાવીર નારણભાઈ રબારી નાઓ ને શ્વાન કરડ્યા હોવાનું સામે આવ્યું છે નગર માં વધી રહેલા સ્વાનની સંખ્યા પર નિયંત્રણ લાવા પાલીકા તંત્ર સારે આમ નિષ્ફળ નિવડ્યું છે મોટા શહેરો ની માફક પાલીકા તંત્ર ડભોઇ માં શ્વાનપકડવા ની કોઈ પ્રવૃતી કરતી ન હોવાથી તેમજ વનવિભાગ પર પણ આવા કરડતા સ્વાન સામે કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો નગર જનો લગાવી રહ્યા છે ક્યારે છૂટકારો મળશે રખડતા શ્વાન થી તે તો પાલીકા તંત્ર અને વનવિભાગ જ જાણે પણ સ્થાનીક રહીશો રખડતા સ્વાન થી ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે.