ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે મકરસંક્રાંતિ - ઉત્તરાયણના પર્વની સૌ કોઈએ ઉત્સાહ અને ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. જેમાં રાજકીય નેતાઓએ પણ પતંગ ઉડાડવાની મોજ માણવામાંથી બાકાત રહ્યા ન હતા. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી. આ સમયે તેમણે ગુજરાતની ભાજપ સરકારમાં થયેલા હેડ ક્લાર્ક પેપર કંદ, કોરોના મૃતકોને સહાય, બેરોજગારોને રોજગારી મળે તેવા સૂત્રો વાળી પતંગ ઉડાવી હતી. આ સાથે તેમણે એવું પણ નિવેદન કર્યું હતું કે, ભાજપ સરકારના પતંગ વિણી વિણીને કાપવામાં આવશે અને ૨૦૨૨માં ૧૨૫ પતંગ સાથે કોંગ્રેસની સરકાર બનાવીશું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પોતાના પરિવાર સાથે પતંગ ઉડાડવાની મજા માણી હતી. આ સમયે જગદીશ ઠાકોરે ભાજપ સામે પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ મોંઘવારીનો પતંગ ચગાવે છે પણ કોંગ્રેસ તેને વિણી વિણીને કાપી નાખશે અને નહિ કપાય તો ગોથ મારીને પણ પતંગને કાપી નાખવામાં આવશે. ઉત્તરાયણના દિવસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર એક અલગ જ રૂપમાં જાેવા મળ્યા સામાન્ય રીતે સફેદ ઝભ્ભા અને લેંઘામાં જાેવા મળતા જગદીશ ઠાકોર પેન્ટ અને ટી-શર્ટની સાથે ગોગલ્સ ચશ્મામાં જાેવા મળ્યા હતા. આ નવા અંદાજમાં જાેવા મળેલા ઠાકોરે ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે વર્ષ ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં કહ્યું હતું કે, ભાજપ સરકારના પતંગ વિણી વિણીને કાપવામાં આવશે અને ૨૦૨૨માં ૧૨૫ પતંગ સાથે સરકાર બનાવીશું. રાજ્યમાં યુવાઓને રોજગારી મળતી નથી, કોરોનાના મૃતકોને પૂરતી સહાય મળી નથી અને આ સિવાય રાજ્યના અન્ય વર્ગો પણ ભાજપની સરકારથી નારાજ અને નાખુશ છે. ત્યારે ભાજપના પતંગને કાપી નાખવામાં આવશે. રાજ્યમાં બેરોજગારોને રોજગારી

મળતી નથી.