ગાંધીનગર-

રાજ્યમાં દિવાળી પહેલા કોરોના વાયરસના આંકડામા ઘટાડો નોંધાયો હતો પણ અચાનક દિવાળીના તહેવાર બાદ કોરોના પોઝિટિવ કેસ વધુ નોંધાઈ રહ્યા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં દિવાળી બાદ રોજના 300થી વધુ કેસ સામે આવી રહ્યા હતા પરંતુ આજે પંદર દિવસ બાદ અમદાવાદ શહેરમાં 296 પોઝિટિવ કેસો નોંધાયા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1514 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 9 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકે એ માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં દિન પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો ક૨વામાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 69,668 ટેસ્ટ ક૨વામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 1071.82 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા જાય છે. ૨ાજયમાં અત્યાર સુધીમાં કુલ 81,72,380 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિંડ-19ના કેસની યાદી પ્રમાણે 5 ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં 24 કલાકમાં 1514 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 15 દર્દીના મોથ થયા છે. આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 4064 દર્દીના મોત થયા છે. જ્યારે આજની સ્થિતિ મુજબ 5,41,064 વ્યક્તિઓને કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.