અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આજે ચોથો દિવસ છે.ચાલુ વર્ષે મેળો સરકારે રદ કરતા મંદિર પરીસર સુમસામ જોવા મળી રહ્યું છે. જોકે અંબાજી મેળા દરમ્યાન આવતા લાખો શ્રદ્ધાળુઓને માતાજીના દર્શનથી વંચિત ન રહી જાય તે માટે ટ્રસ્ટ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાની વ્યવસ્થા કરી છે.આજે સમગ્ર મંદિર પરીસર બ્રાહ્મણોના મંત્રોચારથી ગુંજી રહ્યુ છે. અંબાજી મંદિરમાં ગત વર્ષે ભરેલા ભાદરવી પૂનમના મેળામાં મેળાના ચોથા દિવસ સુધીમાં અંબાના દર્શનનો લાભ લીધો હતો. જોકે ચાલુ વર્ષે મંદિરે કરેલી ર્હઙ્મૈહી ઙ્ઘટ્ઠજિરટ્ઠહ વ્યવસ્થામાં ચાર દિવસમાં ૨૦ લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મંદિરમાં ચાલી રહેલી વિવિધ ધાર્મિક ક્રિયાઓ સહિત માની આરતી અને ગોખના દર્શનનો લાભ લઇ રહ્યા છે. અંબાજી મંદિરના વહીવટદાર અને ડે. કલેક્ટર એસ.જે.ચાવડાએ જણાવ્યું કે, મંદિરમાં કોઈ મૂર્તિ પૂજા કરાતી નથી પણ યંત્ર સ્વરૂપે પૂજાતા માતાજીના સ્વરૂપને શણગાર કરેલા છે.