અમદાવાદ, કોરોના કહેર અમદાવાદમાં યથાવત છે. ગઇકાલે કોરોના કેસ ૧૦૦૦ને પાર થઈ ગયા છે. કોરોનાની ચેઇન તોડવા માટે સરકાર અને કોર્પોરેશન ઘ્વારા કમર કસી છે. સરકાર ઘ્વારા લોકડાઉન નહીં પણ કરફ્યુ સમય મર્યાદા વધારી દીધી છે.શનિવાર અને રવિવારે તમામ મોલ અને મલ્ટીપ્લેક્ષ બંધ છે. સરકારના આ નિયમોને આજે સોલા સાયન્સ સીટી વિસ્તારના નાના અને મોટા વેપારીઓએ સાથ આપ્યો છે તેમને કહ્યું છે કે એક માત્ર કોરોના ચેઇન તોડવાનો ઉપાય સ્વયંભૂ લોકડાઉન છે. આજે સવારથી જ નાના અને મોટા વેપારીઓ જે સાયન્સ સીટી વિસ્તારમાં પોતાની દુકાનો ધરાવે છે. મોટા શો રૂમ છે જેવા જે રિલાયન્સ ટ્રેડ, બાટાનો શો રૂમ, જ્વેલર્સની દુકાનો અને મોટા કોમ્પલેક્ષ જેવા ૨૨૦૦ થી ૨૫૦૦ યુનિટ ઘ્વારા મંગળવારે એક મિટિંગનું આયોજન કર્યું હતું. જેમાં કોરોના કેસ વધતા સ્વયંભૂ લોકડાઉન કરી અને આ કોરોના ચેઇન તોડી શકીએ તે માટે ચર્ચા કરવામા આવી હતી. જાેકે ગુરુવારે હાઇકોર્ટે સરકારને ટકોર કરતા લોકડાઉન લદાશે તેવી પરિસ્થતી સર્જાઈ હતી. પરંતુ લોકડાઉન નહીં કરફ્યુ સમય મર્યાદા વધારી દીધી. વેપારીઓએ શનિવાર અને રવિવારે બંધ રાખી કોરોના ચેઇન તોડવામાં સરકારની મદદ કરી છે. બીજી તરફ આ વેપારીઓ સાયન્સ સીટી આસપાસના વિસ્તારો છે જેવા કે ગોતા થલતેજ, બોડકદેવ જ્યા કેસોની સંખ્યા વધારે છે ત્યાં એ લોકો પણ આવી રીતે લોકડાઉન કરી અને કોરોના ચેઇન તોડવામાં મદદ કરે એ માટે સમજાવી રહયા છે.

વેપારીઓ શું કહી રહયા છે

સોલા સાયન્સ સિટીના વેપારી અને બિલ્ડર એવા ચિરાગ પટેલ એ લોકસત્તા જનસત્તા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે મંગળવારના રોજ મિટિંગ કરી હતી કે શનિવાર અને રવિવારના રોજ સ્વયંભૂ લોકડાઉન કરી આપણે સરકારને મદદ કરીએ કારણકે સરકાર દરેક જગ્યા પર પહોંચી ના શકે.સોલા સાયન્સ સીટી વિસ્તારોમાં કેસ પણ વધારે છે તો આ એક માત્ર ઉપાય હતો. અમે કોઈ પણ વેપારીને ફોર્સ કર્યો નથી. લોકડાઉન માટે જે લોકો પોતાની મરજીથી જાેડાય એને અમે આવકાર્યા છે. આશરે ૨૨૦૦થી ૨૫૦૦ યુનિટ આમ જાેડાયા છે. જેમાં નાની મોટી દુકાનો, શો રૂમ જ્વેલર્સની દુકાનો હોય કે કોમ્પલેક્ષ તમામ આ ર્નિણયમા જાેડાયા છે. જાેકે અમે આ સિવાય કોરોના રસી માટે પણ લોકોને વિનંતી કરીએ છીએ કે દરેક કોરોના રસી લઇ લે.