અમદાવાદ-

નવરંગપુરા વિસ્તારમાં ચિરાગ ભાટી નામનો યુવક તેનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે સામવેદ હોસ્પિટલ પાસે યુવતી ઉભી હતી. તેની યુવકે બીભત્સ શબ્દો બોલીને અને વર્તન કરીને છેડતી કરી હતી. જે મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે CCTV ફૂટેજને આધારે આરાપીની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરી બાદમાં જાણવા મળ્યું કે, આરોપી ચિરાગ ટ્રાવેલ્સ કંપનીમાં કામ કરે છે. આરોપી પરિણીત છે અને તેની પત્ની ગર્ભવતી હોવાથી 3 મહિનાથી તે શારીરિક સુખ માણી શક્યો નથી માટે આ પ્રકારે બીભત્સ હરકત કરી હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં અપવાદરૂપ તત્વોને કોઈનો ડર રહ્યો નથી. ધોળા દિવસે અમદાવાદના એક વિસ્તારમાં સરનામું પૂછવાના બહાને યુવતીની છેડતી કરવામાં આવી છે. જેથી પોલીસે છેડતી કરનારા આરોપીની ધરપકડ કરી છે. આ ધરપકડ કર્યા બાદ પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, છેડતી કરનારા આરોપીની પત્ની ગર્ભવતી છે. જેથી આરોપીએ શારીરિક સુખ મેળવવાની આશાએ છેડતી કરી હતી.