અમદાવાદ

અમદાવાદ શહેરમાં કોરોનાએ ફરી માથું ઉંચકયું છે. કોરોનાની વેકસીન પછી સ્થિતિ નિયંત્રણમાં હતી. પરંતુ થોડાક દિવસથી કેસોમાં થઈ રહેલા વધારાથી કોર્પોરેશનની ચિંતામાં વધારો થયો છે. મહાનગરપાલિકા ઘ્વારા તાત્કાલિક ધોરણે તેમને ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.આજથી મહાનગર પાલિકાએ ૪ ઝોનમાં ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરી છે.જેમાં જાેધપુર, ડીમાર્ટ, પાલડી, નારણપુરા, અને પ્રહલાદનગર ચાર રસ્તા બોડકદેવ, ભાઈપુરા, થલતેજ, નિકોલ એમ અલગ અલગ ૧૬ ડોમ ઉભા કરી ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે.જાેકે સ્થતિ કાબુમાં હતી ત્યારે અર્બન હેલ્થ સેન્ટર પરથી ટેસ્ટિંગ કરવામાં આવતા હતા પરંતુ અત્યારે કોરોનાએ માથું ઊંચક્યું છે ત્યારે આજે ફરીથી ડોમ બનાવી દેવા આવ્યા છે. લોકો પણ કોરોનાના ટેસ્ટિંગ કરવા માટે અહીં આવી રહયા છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં અલગ અલગ ૧૬ બુથ ઉભા કરવામાં આવ્યા છે. આ સિવાય અર્બન હેલ્થ સેન્ટર પાર પણ અમારી કામગીરી ચાલુ છે. જાે કેસ આગામી સમયમાં વધશે તો વધારે ડોમ ઉભા કરવામાં આવશે. મહાનગર પાલિકા ટેસ્ટિંગ વધારી અને કેસોને વધતા રોકવા માટે પ્રયત્ન કરી રહી છે.