અમદાવાદ-

અમદાવાદમાં IPS સંજય શ્રીવાસ્તવે અમદાવાદ CP તરીકે ચાર્જ સંભાળી લીધો હોવાનો અહેવાલ મળી રહ્યા છે. આ સિવાય સુરત CP તરીકે અજય તોમરે પણ ચાર્જ સંભાળી લીધો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં IPS સંજય શ્રીવાસ્તવે અમદાવાદ CP તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. આ પ્રસંગે શહેરના DGP આશિષ ભાટિયાએ ચાર્જ હેન્ડઓવર કર્યો હતો. IPS સંજય શ્રીવાસ્તવે જ્યારે ચાર્જ સંભાળ્યો તે વખતે શહેરના PI, ACP, DCP કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને તેમના નવા કાર્યકાળ વિશે શુભેચ્છાઓ આપી છે. 

શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે આજે બપોરે 12 વાગ્યે ચાર્જ સંભાળ્યો હતો. શાહીબાગ પોલીસ કમિશ્નર ઓફિસ ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નવા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું સ્વાગત કર્યું હતું. 

બીજી બાજુ સુરતમાં પણ સુરત CP તરીકે અજય તોમરે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ લીધા બાદ DCP, SP, PI સાથે એક મીટિંગ કરીને આગળની રણનીતિ વિશે ચર્ચા વિચારણા કરી છે. સુરત CP તરીકે અજય તોમરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યા બાદ બેઠકમાં શહેરની ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી મેળવી છે. અજય તોમરે સુરતના 22માં કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે.