અમદાવાદ, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ડોકટર, નર્સિગ-મેડિકલ સ્ટાફને પ્રથમ તબક્કામાં રસીકરણ પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં આજરોજ કોરોના વોરિયર્સ એવા જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર અને મ્યુન્સિપલ કમિશનર સહિતના અધિકારીઓ તથા રાજ્યના પોલીસ કર્મચારીઓને વૅક્સીન આપવાનું શરૂ થઈ ગયું છે. જાે સુરતની વાત કરીએ તો, ડો.ધવલ પટેલ, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા તથા અન્ય પોલીસ, પાલિકા, પંચાયતના ઉચ્ચ અધિકારીઓએ કોરોના પ્રતિકારક વેકસીન લઈને બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ જિલ્લા કલેકટરે જણાવ્યું કે, બીજા તબક્કામાં જિલ્લામાં ૧૦ વેકસીનેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પંચાયત, રેવન્યુ સહિતના વિભાગોના કર્મયોગીઓને વેકસીન આપવામાં આવશે. જિલ્લાના સૌ નાગરિકોને નિયત કરવામાં આવેલા સ્થળે અને સમયે સૂચિત કરવામાં આવે, ત્યારે કોરોના વેકસીન લેવાની અપીલ તેમણે કરી હતી. પોલીસ કમિશનરે જણાવ્યું કે, ભારત સમગ્ર વિશ્વમાં કોરોના પ્રતિકારક રસીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આપણી વેકસીન સંપૂર્ણ સ્વદેશી અને સુરક્ષિત છે. કોરોના સામે લડવાનું હથિયાર આપણી પાસે ઉપલબ્ધ છે. જેથી સૌ કોઈને વેકસીન લેવાની હિમાયત તેમણે કરી હતી. જ્યારે મ્યુન્સિપલ કમિશનરે જણાવ્યું કે, સુરત શહેરમાં પ્રથમ ચરણમાં ૨૦૨૧૭ જેટલા હેલ્થ વર્કરોનું સફળ વેકસીનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યકિતને આડઅસર જાેવા મળી નથી.

અમદાવાદ શહેરના એસઓજી, ક્રાઇમબ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતના અધિકારી-કર્મીઓએ વેક્સિન લીધી

ગુજરાતમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનની શરૂ કરવામાં આવી છે. જેમા પહેલા તબક્કામાં ડોક્ટર તેમજ મેડિકલ સ્ટાફ તેમજ હેલ્થ વર્કરોનું રસીકરણ ચાલી થયું હતું. ત્યારબાદ હવે ફ્રન્ટ લાઈન વોરિયર્સ માટે રસીકરણનો આરંભ થયો છે. ગાંધીનગરમાં પોલીસ વડા આશિષ ભાટિયા એ પ્રથમ વેક્સિન લઈને શરૂઆત કરી છે. હાલમાં અમદાવાદ પોલીસને સિવિલ હોસ્પિટલમાં વેકેશન આપવાની શરૂઆત કરી દેવાઈ છે. શાહીબાગના પીઆઈ કે.ડી.જાડેજા અમદાવાદના પ્રથમ વેક્સિન લેનાર અધિકારી બન્યા છે. જ્યારે મહિલા અધિકારીઓમાં પ્રથમ વેક્સિન લેનાર પીએસઆઈ પી.એસ. ચૌધરી છે. સાથે સેકટર ૨ જેસીપી ગૌતમ પરમાર, અમદાવાદ રેન્જ આઈજી વી.ચંદ્રશેખર, ટ્રાફિક જેસીપી મયકસિંહ ચાવડા, જાેઈન્ટ સીપી અજય ચૌધરીએ પણ વેક્સિન લીધી હતી. તબક્કાવાર અનેક અધિકારીઓ અને કર્મચારીઓ અલગ અલગ કેન્દ્રો પર વેક્સિન લેશે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિનની કામગીરી શરૂ થઈ ગઈ છે. આજે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે, ડીડીઓ અરુણ કુમાર, અમદાવાદ જિલ્લા પોલીસવડા વીરેન્દ્રસિંહ યાદવ સહિતના અધિકારીઓએ સિવિલ હોસ્પિટલમાં ખાતે વેક્સિન લીધી છે.