અમદાવાદ, વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ ઘ્વારા એક નવી સેવાની શરૂઆત કરવામાં આવી છે આ કોરોના કાળમાં સૌથી વધુ અત્યારે એમ્બ્યુલન્સ અને શાબવાહીની ની જરૂર પડી રહી છે. કલાકોનું વેઇટિંગ છે ત્યારે આજે ૧૦ જેટલી શબ વાહીની આજે કર્ણાવતી અમદાવાદ માટે મુકવામાં આવશે જે લોકો તમામ સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે અને જેઓ હોમકોરોન્ટાઇન મા મૃત્યુ પામ્યા છે એમને મફતમાં સમશાન સુધી પહોંચાડવામાં આવશે આ સેવાની શરૂઆત આજ થી જ કરવામાં આવી રહી છે. ૧૦ જેટલી શબ વાહીની અલગ અલગ હોસ્પિટલ વિસ્તારોમાં રહેશે અને જે પણ કોઈ આ સેવા માટે ફોન કરશે તેમને વિશ્વ હિંદૂ પરિષદ કાર્યાલય થી મોકલી આપવા આવશે.

જાેકે આ તમામ સંકલન અત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ ઘ્વારા કરવામાં આવી રહ્યું છે વિશ્વ હિન્દુ પરિસદના કાર્યકર્તા હિતેન્દ્રસિંહ રાજપૂતેે લોકસત્તા જનસત્તા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ સમગ્ર સેવા વિશ્વ હિન્દુ પરિષદ કરી રહી છે અમે ૧૦ શબ વાહીની મૂકી છે જે સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, વી.એસ હોસ્પિટલ એલ.જી હોસ્પિટલ જેવા એરિઆ મા રહેશે અમે એક હેલ્પલાઇન નંબર આપ્યો છે ૮૪૦૧૫૦૮૯૮૧ જે પણ મદદ માટે ફોન કરશે તેને કાર્યાલયથી સંકલન કરી અને શાબવાહીની મોકલી આપવામાં આવશે આ શાબવાહીની વિના મૂલ્યે સમશાન સુધી પહોંચાડી દેશે.