અમદાવાદ, નાના બાળકોમાં પણ કોરોનાના કારણે ચિંતાજનક સ્થિતિ છે.  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧ બાળકો દાખલ છે.જેમાંથી ૭ બાળક પોઝિટિવ, ૩ બાળક શંકાસ્પદ અને એક બાળક નેગેટિવ સાત બાળકોમાંથી બે બાળકો ગંભીર સ્થિતિમાં છે.બંને ગંભીર બાળકોને સી.પેપ ઉપર રાખવામાં આવ્યા છે.  અત્યાર સુધી ૨૫૦થી ૩૦૦ બાળકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. સિવિલ હોસ્પિટલમાં ૭ બાળકો કોવિડ પોઝિટિવ,બે બાળકો શંકાસ્પદ હોવાથી સેમ્પલ લેવામાં આવ્યા છે.દોઢ મહિનાનું બાળક,ત્રણ માસનું,છ માસનું બાળક કોવિડ સંક્રમિત છે.

રાજ્યમાં શનિવારના રોજ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં અધધ ૨૮૧૫ કેસ નોંધાયા છે. ૨૦૬૩ દર્દીઓ સાજા થયા છે. કુલ ૧૩ લોકોના મોત થયા છે. સતત કોરોના કેસ વધી રહયા છે હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ રહી છે. એક વર્ષ વીતી ગયા બાદ પણ હજી પરિસ્થિતિ એવી જ રહી છે. અમદાવાદમા શનિવારના રોજ ૬૪૬ કેસ નોંધાયા હતા. ૪ લોકોના મોત થયા છે.સુરતમાં ૫૫૬ કેસ છે વ્યક્તિના મોત થયા છે. વડોદરામાં ૩૦૩ અને રાજકોટમાં ૨૩૬ કેસ નોંધાયા છે.એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.અમદાવાદમા ૪ અને સુરતમાં ૫ રાજકોટમાં ૧ ભાવનગર ૧અને તાપીમાં એક વ્યક્તિ અને ભાવનગર ૧ અને વડોદરામાં ૧ એમ કુલ ૧૩ વ્યક્તિના મોત નિપજ્યા છે. કુલ ૪લાખ ૮૮ હજાર ૫૬૮ લોકોને રસી આપવામાં આવી છે. ૧૪૨૯૮ એક્ટિવ કેસ પૈકી ૧૬૧ વેન્ટિલેટર પર છે. ધીરે ધીરે બાળકો અને  યુવાનોમાં પણ કોરોના વધી રહ્યો છે. નવા કોરોનાના લક્ષણો ખૂબ જ ગંભીર છે જેમાં લક્ષણો વગર પણ કોરોના પોઝિટિવ આવતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારે કોરોનાના ૧૨૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત છે. જેમાં ૬૦૦ જેટલા બેડ ભરાઈ ચુક્યા છે. સિવિલ તંત્ર ઘ્વારા અત્યારે નવી કિડની હોસ્પિટલને પણ તૈયાર રાખી છે. જાે પરિસ્થિતિ વકરસે તો તેને ઉપયોગમાં લેવામાં આવે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના ડોકટર પણ સંક્રમિત થઈ રહયા છે.૧૨ જેટલા ડોકટર પોઝિટિવ આવ્યા હતા. 

અમદાવાદ મેટ્રો કોર્ટના બે મેજિસ્ટ્રેટ કોરોના સંક્રમિત

અમદાવાદમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે જેવી પરિસ્થિતી સર્જાઈ હતી, તેવી જ પરિસ્થતિ ફરીથી અમદાવાદ શહેરમાં સર્જાવા જઈ રહી છે. રોજ-બરોજ કોરોનાના અનેક નવા કેસો સામે આવી રહ્યા છે. જેના કારણે વહીવટી તંત્રની ચિંતાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સંજાેગોમાં અમદાવાદ શહેરના ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં બે મહત્વની વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઈ છે. જેમાં કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દવે અને એડિશનલ મેજિસ્ટ્રેટ રાધનપુરવાળાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જેના કારણે કોર્ટ પરિસરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ બંને મેજિસ્ટ્રેટ કોરોનાથી સંક્રમિત થતાં મેટ્રો કોર્ટની કાર્યવાહી ઉપર ભારે અસર પહોંચી છે. એટલું જ નહિ વકીલ આલમમાં બંને મહાનુભાવોની છબી ખૂબ જ સારી માનવામાં આવે છે. મેટ્રો કોર્ટના વકીલો બંને મેજિસ્ટ્રેટથી ખૂબ જ પ્રેરિત છે અને તેમના માટે ખૂબ જ લાગણી પણ વકીલો રાખે છે અને બંને મહાનુભાવોની કોરોના પોઝિટિવના સમાચાર સાંભળીને મેટ્રો કોર્ટના વકીલોમાં ખળભળાટ મચી ગયો છે.

સિવિલ હોસ્પિટલના ડોકટરો કોરોના સંક્રમિત

કોરોનાની નવી પિકમાં ડોકટર અને મેડિકલ સ્ટાફનો ભોગ લેવાયો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨ ડોકટર ને કોરોના કોરોના દર્દીઓ ની સેવા કરતા ડોકટર પણ કોરોનાનો ભોગ બન્યા છે  ડોકટર અને મેડિકલ સ્ટાફ પણ કોરોનામાં સપડાયા છે હાલ ૫ ડોકટર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૫૩૪ મેડિકલ સ્ટાફ થયો છે પોઝિટિવ જેમાંથી અત્યાર સુધીમાં ૪ લોકોના મોત થયાં છે.