અમદાવાદ-

અમેરિકામાં વધુ એક ગુજરાતી NRI મેહુલ વશી નું એક અશ્વેત દ્વારા ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી છે, જાણવા મળે છે ત્યાં સુધી નવસારી જીલ્લાના ગણદેવીના મેહુલ વશી એટલાન્ટાની એક રેડ મોટેલમાં જનરલ મેનેજર તરીકે કાર્ય કરતા હતા અને તેમનો પરિવાર જ્યોર્જિયાના ઓગસ્ટા ઇવાન્સમાં રહે છે, પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે, મેહુલભાઈ એટલાન્ટામાં જનરલ મેનેજર તરીકે કાર્ય સંભાળતા હતા ત્યાં મોટેલનું રીનોવેશન ચાલી રહ્યું હતું, મોટેલમાં વાપરવા લાયક ચાર જ રૂમ અવેલેબલ હતા અને બીજા રૂમોમાં રીનોવેશન કામ ચાલતું હતું ત્યારે મોટેલમાં કામ પર આવેલા અશ્વેત સાથે નજીવી બાબતે બોલાચાલી થતા તે અશ્વેત વ્યક્તિ નશામાં ચુર હોવાથી તેણે મેહુલ વશી ઉપર હુમલો કરીને ગળું દબાવીને હત્યા કરી નાખી હતી, કહેવામાં આવે છે કે મેહુલ વાશીની હત્યાના સમાચાર ગુજરાતના નવસારીના ગણદેવી વિસ્તારમાં રહેતા તેમના પરિવારને મળતા ઘરમાં શોકની લાગણી ફેલાઈ ચુકી છે. મેહુલભાઈ વશીના પિતા રવીન્દ્ર મગનભાઈ વશી ગણદેવીના બીલીમોરા હાઈસ્કુલના નિવૃત્ત શિક્ષક હતા, મેહુલભાઈ વશીની પત્ની હેતલ એટલાન્ટાની એક ફેકટરીમાં જોબ કરે છે. અને સાઈડમાં પોતાનું બ્યુટી પાર્લર ચલાવે છે. મેહુલભાઈની બંને દીકરીઓ અભ્યાસ કરી રહી છે.