આણંદ : કોરોના મહામારી અસર દરેક ધંધા ચાલું વર્ષે જોવાં મળી છે. સોના બજાર પણ તેમાંથી બાકત ન હતું. કોરોના કાળના ૮-૯ મહિના પછી બજારમાં રોનક જોવાં મળી છે. તેઓને ૮૦ ટકાનો ફટકો પડ્યો હતો, જેથી પુષ્યનક્ષત્ર અને ધનતેરસ પર વેપારીઓની નજર હતી. કોરોના કારણે વેપારીમાં માલ ઓછો ખરીદવાની સંભાવના હતી. પુષ્યનક્ષત્રમાં ૬૦ ટકા માર પડ્યો હતો. વેપારીવર્ગ ગભરતો હતો, પરંતુ વેપારીઓની આશા કરતાં ધનતેરસ પર સારો ધંધો થયો છે. ડિસેમ્બરમાં લગ્ન સીઝન શરૂ થતી હોવાથી લોકોએ તેને ધ્યાને લઇને સોનાની ખરીદી કરી છે. દર વખતે ધનતેરસ પર ૧૫થી ૨૦ કરોડોનો ધંધો હતો. તે આ વખતે ૧૨થી ૧૪ કરોડોનો થયો છે. ચરોતરમાં ડિસેમ્બર જાન્યુઆરી એટલે એનઆરઆઇના લગ્નની સીઝન તરીકે ઓળખાય છે, જેથી લોકો ધનતેરસ પર લગ્નનું સોનું મોટાપ્રમાણ ખરીદતાં હોય છે. કોરોના મહામારીના પગલે પુષ્યનક્ષત્રમ સોનાની ખરીદમાં ૪૦થી ૫૦ ટકાનો મારો પડ્યો હતો.