અંક્લેશ્વર, અંકલેશ્વરમાં જિલ્લા પંચાયત ૬ અને તાલુકા પંચાયતની ૨૬ બેઠકો માટે ૧૬૫ મતદાન બુથ પર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.અને શાંતિપૂર્ણ માહોલમાં વોટિંગ પ્રક્રિયા સંપન્ન થતા તંત્રે હાશકારો અનુભવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પંચાયત ની અંકલેશ્વર તાલુકા ની ૬ બેઠકો પર ૧૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. જ્યારે તાલુકા પંચાયત ની ૨૬ બેઠકો પર ૬૫ ઉમેદવારો ચૂંટણી જંગ ના મેદાનમાં ઉતર્યા છે, અને કુલ ૧૬૫ મતદાન બુથો પર મતદાન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બપોર ના ૩ કલાક સુધીમાં અંકલેશ્વર તાલુકા પંચાયત ની ૨૬ બેઠકો માટે ૪૬.૧૭ ટકા મતદાન થયુ હતુ, અને મતદાન પૂર્ણ થવા ના સમય સુધીમાં અંદાજીત ૫૦ થી ૫૫ ટકા મતદાન નોંધાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

તારીખ ૨ જી માર્ચ ના રોજ અંકલેશ્વર શહેર ની ઈએનજીનવાલા હાઈસ્કૂલ ખાતે મતગણતરી યોજાશે.અને ઉમેદવારો ના ભાવીનો ફેંસલો થશે.હાલ તો રાજકીયપક્ષો ના ઉમેદવારો એ પોતપોતાની જીતના દાવા કર્યા છે, પરંતુ ચૂંટણી જંગ માં કયો ઉમેદવાર વિજય બનશે તે તો ૨ જી માર્ચે જ ખબર પડશે.