ભરૂચ-

શહેર અને સુરતમાં છેલ્લાં 10 મહિનામાં કાર-રિક્ષામાંથી રૂપિયા ભરેલી બેગોની ચીલઝડપ કરનારી ત્રીચી ગેંગના 4 પૈકી 3 સાગરિતોને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યાં છે. ભરૂચના GNFC રોડ પર ત્રણ દિવસ પહેલાં એક શખ્સે તેની કાર રોડ પર પાર્ક કરી હતી. તે વેળાં તેમની કારમાંથી ગઠિયો 80 હજાર રૂપિયા ભરેલી બેગ ચોરી કરી ફરાર થયા હતાં.પોલીસે નેત્રંમ પ્રોજેક્ટ અંતર્ગત તપાસ શરુ કરીઆ ઘટનામાં ભરૂચ સી ડિવિઝન પોલીસે નેત્રંમ પ્રોજેક્ટ અંતર્ગત લગાવયેલાં સીસીટીવીના ફૂટેજના આધારે ગઠિયાઓની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી હતી. જે માં બે બાઇક પર ચાર શખ્સોએ આવી કારસાને અંજામ આપ્યો હોવાનું માલુમ પડ્યું હતું. ટોળકીના 3 સાગરીતો સુભ્રમણ્યમ નાયડુ, દિપક નાયડુ તેમજ રમેશ સુરેશ નાયડુ પોલીસના હાથે ઝડપાયા હતાં. તેમની પ્રાથમિક પુછપરછમાં તેઓએ કબુલાત કરી હતી કે, તેમણે ભરૂચમાં 3, અંક્લેશ્વરમાં 2, નવસારીમાં 1 અન કામરેજ ખાતે 1 કુલ 7 જેટલી ચીલઝડપની ઘટનાઓને અંજામ આપ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ અને સુરતમાં ચીલઝડપના ૭ ગુના આચરનાર ત્રિચી ગેંગનાં ૩ સાગરીતોને સી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે. GNFC રોડ પર થયેલીરૂપિયા 80 હજારની ચીલઝડપ બાદ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ ઝડપાયા હતા.