ગાંધીનગર-

પેટાચૂંટણીમાં હાર બાદ પ્રદેશ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. પેટા ચૂંટણીની તમામ ૮ બેઠકો પર હાર બાદ પ્રભારી રાજીવ સાતવને હાઇકમાન્ડે ઠપકો આપ્યો છે. દિવાળી બાદ પ્રદેશ કોંગ્રેસમાં ધરખમ ફેરફારોના સ્પષ્ટ એંધાણ વર્તાઇ રહ્યા છે. જે રીતે કોંગ્રેસના સૂપડા સાફ થયા છે તે જાેતા વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા બદલવાનું નક્કી છે.

તો પ્રભારી રાજીવ સાતવનું પણ પદ જાેખમમાં મુકાયુ છે. ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીની તમામ ૮ બેઠકો પર સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ હતી. પરંતુ આ સિનિયર નેતાઓ ૮ બેઠક પર નિષ્ક્રિય રહ્યા હતા. આવામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, હાર્દિક પટેલ અને અમિત ચાવડા પાસે પાર્ટી શુ જવાબ માંગે છે તેની પર પણ સૌની નજર મંડાયેલી છે.