છોટાઉદેપુર/બોડેલી, છોટાઉદેપુરની પ્રજા હાલ મોંઘવારીનો માર વેઠી રહી છે કોરોના મહામારીમાં રોજગાર સાથે રોજગારી ન મળતા મધ્યમ અને મજુરીયાત વર્ગની કમર તૂટી ગઈ છે આ જિલ્લામાં રોજગારી મેળવવા મોટાભાગના લોકોએ ખેતી પર ર્નિભર રહેવું પડે છે જિલ્લામાં રોજગારીની તકો ઉભી કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે તેવું લોકોમાં ચર્ચાય છે. હાલ તેલના ડબ્બા,બટાટા, ડુંગળી બાદ રસોઈગેસનાં બોટલમાં ૫૦ થી વધુનો વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બઝેટ ખોરવાઈ ગયું છે ગૃહિણીઓ તરફથી જાણવા મળે છે કે આવકની સામે જાવક વધતા ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે. સરકાર આડેધડ વધતા જતા ચીજવસ્તુઓ પરના ભાવ નિયંત્રણ નહિ લાવે તો ભોજનની થાળીમાંથી ધીમે ધીમે ખાવાની ચિઝવસ્તુઓ અદ્રશ્ય થશે અનાજ,તેલ,ગેસ,શાકભાજી,દૂધ સહિતની રોંજીન્દી ચિઝવસ્તુઓ વિના ચાલી શકે તેમ નથી સરકાર વહેલીતકે મોંઘવારી પર નિયંત્રણ લાવી બેનંબરિયાઓ અને ચિઝવસ્તુઓંનું કાળાબજાર કરતા બેપારીઓ, દલાલો પર સકંજાે કસવો જાેઈએ તેવી માંગણી ગૃહિણીઓ કરી રહી છે.