નવસારી-

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં રહેતા વિસ્તરણ અધિકારી, પોલીસ કોન્સ્ટેબલ સહિત ચાર વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ચીખલી પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીને શરદી ખાંસીની તકલીફ જણાતા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ તેમને તથા તેમના સંપર્કમાં આવેલા 13 જેટલા વ્યક્તિઓને હોમ કોરોન્તાઇન કરાયા હતા. વાપીની કંપનીમાં કામ કરતાં 32 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથે સંપર્કમાં આવેલા 35 જેટલા વ્યક્તિને હોમ કોરન્ટાઇન કરાયા હતા. આ ઉપરાંત ચીખલી ફડવેલ ગોડાઉન ખાતે રહેતા આધેડ કે જેઓ બારડોલી તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તથા સંપર્કમાં આવેલ અન્ય વ્યક્તિને હોમકોરન્ટાઇન કરાયા હતા. બામણવાડી ગામે નિશાળ ફળિયામાં રહેતા 30 વર્ષીય યુવાન કે જેઓ અતુલમાં નોકરી કરે છે. જેઓ કોરોના સંક્રમિત થતાં તેને હોમ કોરન્ટાઇન કરાયા હતા. વહીવટી તંત્ર દ્વારા પોઝિટિવ દર્દીઓના રહેણાંક વિસ્તારને સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.