ડભોઇ

ડભોઇ સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ નું આજે પરિણામ જાહેર થતાં વહેલી સવાર થી જ મતગણતરી નો પ્રારંભ થોડો મોળો થતાં ચૂંટણી અધિકારી ની છબી ખરાબ થઈ હતી. ડભોઇ કોલેજ ખાતે જિલ્લા પંચાયત ની ૪ સીટ તાલુકા પંચાયત ની ૨૦ અને ડભોઇ નગર પાલીકાની ૩૬ સીટો માટે પરિણામ જાહેર થયા છે ત્યારે ડભોઇ પંથક માં જિલ્લા પંચાયત માં ૪ સીટ માં ૩ ભાજપ અને ૧ કોંગ્રેસ ઉમેદવાર વિજય થયા છે. તાલુકા પંચાયત ની ૨૦ સીટ માં ૧૪ સીટ ભાજપ, કોંગ્રેસ ૪ અને અપક્ષ ઉમેદવાર ૨ વિજય થયા હતા જ્યારે ડભોઇ નગર પાલીકાના વોર્ડ ૧ થી ૯ માં ભાજપા ૨૦ કોંગ્રેસ ૧૩ અને અપક્ષ ઉમેવારો ૨ જાહેર થયા હતા જ્યારે વોર્ડ નંબર ૯ માં મતગણતરી સમયે સોનલબેન સોલંકી ને વધુ વોટ મળ્યા હોય તેમણે વાંધો રજૂ કરતાં મતગણતરી માં વિલંબ થયો હતો. ચૂંટણી અધીકારી દ્વારા હાલ બે ઉમેદવારો ના પરિણામ સ્થગીત રખાયા છે.ડભોઇ ચૂંટણી ના પરિણામ આજે જાહેર થયા હતા ત્યારે સમગ્ર જિલ્લા પંચાયાત તાલુકા પંચાયત અને નગર પાલીકા માં ભાજપ ના ઉમેદવારો ને બહુમત મળ્યું છે. ત્યારે ડભોઇ કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલ મતગણતરી માં જિલ્લા પંચાયત ની ૪ સીટો માથી સીમળિયા સીટ ઉપર પટેલ અશ્વીનભાઇ છીતુંભાઈ નો ભવ્ય વિજય થયો હતો. આ સીટ પર માજી ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલાર પુત્ર નો કારમો પરાજ્ય થયો હતો. તો ચાંદોદ રેવા બેન કનુભાઈ વસાવા ભાજપ, કાયાવરોહણ દિપ્તીબેન ભાસ્કરભાઈ પટેલ ભાજપ વિજય થયા હતા. જ્યારે થૂવાવી ખાતે કોંગ્રેસ ના ઉમેદવાર સોનલબેન ચિરાગભાઈ પટેલ વિજય થયા હતા.