રાજપીપળા, નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ફૂડ એન્ડ ડ્રગ્સના લાયસન્સના નામે સ્થાનિક વેપારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતી ઠગ ટોળકી ઝડપાઈ છે, પોલીસે એમની વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.ડેડિયાપાડામાં છેલ્લા ૨-૩ દિવસથી ડીજી કોપસ લીગલ કન્સલ્ટન્સી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, આશ્રમ રોડ અમદાવાદના બે ઈસમો વેપારીઓ પાસે લાઈસન્સની માંગણી કરી અને લાઈસન્સ કાઢી આપવામાં આવશે એમ જણાવી રૂપિયા ઉઘરાવતા હતા,એમણે ડેડીયાપાડાના વેપારીઓ પાસેથી ૬૮,૫૦૦ રૂપિયા ઉઘરાવ્યાં હતા.દરમ્યાન આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સંઘના કાર્યકારી અધ્યક્ષ કે.મોહન આર્યને આ બાબતની એક વેપારીએ જાણ કરતા તેઓએ પોલીસ મથકે જઈ જાણ કરતા પોલીસ તપાસ હાથ ધરી હતી.ડેડીયાપાડા પોલીસે તપાસ કરતા એકનું નામ હાર્દિક રમેશ પટેલ, મનોજ રમેશ મિસ્ત્રી બંને રહે.આશ્રમ રોડ અમદાવાદ, ધોરણ-૯ પાસ હોવાનું જણાવ્યું હતું.એમની GJ27 CM 2696 mahindra TUV   કંપનીની ગાડી પર  national council of vocational skill assessment register nct of new delhi, government of India  લખેલુ હતું. પોલીસે ગુજરાત સરકારનો કોઈ ઓથોરિટી લેટર માંગતા તેઓ પાસે મળી આવ્યો ન હતો.જાે કે આ ભાંડો ફૂટતા એમણે ડેડીયાપાડાના વેપારીઓ પાસેથી લીધેલા ૬૮,૫૦૦ રૂપિયા પરત કર્યા હોવાનું જાણવા મળે છે.