ધોરાજી, રાજકોટના જિલ્લાના ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો ડાયરામાં પૈસા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. જેમાં વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે યોજાયેલ ડાયરામાં લલિત વસોયા અને સંતો મહંતો દ્વારા કલાકારો પર રૂપિયાનો વરસાદ કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જાણીતા કલાકારો અને રાજનેતાઓની હાજરીમાં નિયમોના ધજાગરા ઉડતા ડાયરાના આયોજન સામે સવાલો ઉઠ્‌યા છે.

પ્રાપ્ત વિગત મુજબ વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે કથા દરમિયાન શનિવારે રાત્રીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય લલિત વસોયા, સંતો મહંતો સહીત મોટી સંખ્યમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શનિવારે યોજાયેલ ડાયરામાં લલિત વસોયા અને સંતો મહંતો દ્વારા કલાકારો પર રૂપિયાનો વરસાદ કરતા હોય જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે બુધવાર સુધી ચાલનાર આ કથામાં શનિવારે રાત્રીના કલાકાર પરસોતમ પરી અને શૈલેશ મહારાજના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય, સંતો મહંતો અને લોકો કલાકરો પર રૂપિયાનો વરસાદ કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.