નવી દિલ્હી:

મોદી સરકારની વિદેશનીતિ હવે સાચા અર્થમાં કસોટીના એરણે ચઢી છે. એક તરફ પાકિસ્તાન દ્વારા રોજના સીઝફાયરભંગના બનાવો ઉપરાંત આતંકીઓના કાશ્મીરમાં ઘૂસપેઠના કાવતરાંથી ભારતીય સેના પરેશાન છે. બીજી તરફ ઉત્તરમાં ડ્રેગને ભારતને પરેશાન કરવા માંડયું છે. ગલવાન વેલી વિસ્તારમાં ર૦ ભારતીય સૈનિકોની ક્રૂર હત્યા કરવા બદલ ચીન સામે સેનામાં અને ભારતીય જનતામાં ભારે આક્રોશ છે. અરુણાચલ પ્રદેશમાં પણ ચીનનો ડોળો છે. હવે આ બધામાં ટચુકડું નેપાળ પણ જાડાયું છે. નેપાળે ભારતના ઉત્તરાખંડ રાજ્યના ત્રણ પ્રદેશોને પોતાના સત્તાવાર નકશામાં સમાવેલ જાહેર કરીને ત્યાંની સંસદની મંજૂરી પણ લઈ લીધી છે. હવે બિહાર રાજ્યના મોતીહારી જિલ્લાની કેટલીક જમીન પર પણ નેપાળે પોતાનો દાવો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સિવાય ચીન અને નેપાળ તરફે મોદી સરકારની વિદેશીનીતિ પ્રમાણમાં કૂણી રહી છે અને હવે દેશ તેના પરિણામો ભોગવી રહ્યો છે. 

અમે કોઈપણ પરિÂસ્થતિને પહોંચી વળીશું એરફોર્સનો ચીનને પડકાર


લદ્દાખમાં એલએસી પર હિંસક ઝડપને લઇ ભારતીય વાયુસેનાનાં અધ્યક્ષ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા આજે હૈદરાબાદ ખાતે સંયુક્ત સ્નાતક પરેડમાં સામેલ થયા છે. જ્યાં તેઓએ ચીન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હાલમાં એલએસી પરની Âસ્થતિનો શાંતિથી ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં કોઇ પણ આફત આવી પડે તો ગમે તે પરિÂસ્થતિને પહોંચી વળવા માટે વાયુસેના સક્ષમ અને તૈયાર છે. લદ્દાખમાં એલએસી પર હિંસક ઝડપને લઇને ચીન સાથેનાં તણાવ વચ્ચે વાયુસેનાનાં પ્રમુખ એર ચીફ માર્શ આરકેએસ ભદોરિયા એકેડમી ફોર કમ્પાઇનડ ગ્રેજ્યુએશન પરેડ માટે હૈદરાબાદ પહોંચ્યાં. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલે પાસિંગ આઉટ પરેડ દરમ્યાન વાયુસેનાનાં જવાનોને સંબોધિત કર્યાં. જવાનોને સંબોધત કરતા એર ચીફ માર્શલે જણાવ્યું કે, એટલું સ્પષ્ટ હોવું જાઇએ કે આપણે કોઇ પણ સમયે કોઇ પણ પરિÂસ્થતિનો જવાબ આપવા માટે સારી રીતે તૈયાર અને તૈનાત છીએ. હું દેશને વિશ્વાસ અપાવું છે કે આપણે કોઇ પણ પરિÂસ્થતિને પહોંચી વળવા માટે દ્રઢ છીએ અને ગલવાન ઘાટીનાં બહાદુર જવાનોનું બલિદાન ક્્યારેય વ્યર્થ નહીં જવા દઇએ. મીડિયા બ્રીફિંગમાં વાયુસેનાનાં ચીફે કÌšં કે, ચીન સાથે અમારું યુદ્ધ નથી ચાલી રÌšં પરંતુ અમે તૈયાર છીએ. વાતચીત ચાલી રહી છે અને અમે સંપૂર્ણ તૈયાર છીએ. ચીને સૈનિકોની તૈનાતી વધારી છે અને અમે તેની પર સતત નજર રાખી રહ્યાં છીએ. જા જરૂરી હશે તો ઉડાન પણ ભરીશું. સેના આ મામલે ખૂબ સારી સંભાળ રાખી રહી છે. અમે તૈનાતીને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરી રહ્યાં છીએ. અમને કોઈ શંકા નથી કે આપણે કોઈ પણ આકÂસ્મકતાને સંભાળીશું. અમે પરિÂસ્થતિથી વાકેફ છીએ અને અમે જરૂરી કાર્યવાહી કરી છે. લેહમાં વાયુસેના સંપૂર્ણ સજ્જ અને તૈનાત છે.

ગલવાન વેલી અમારી સીમામાં ચીનનો ખોખલો દાવો

શુક્રવારે મોડી રાત્રે ચીને ફરીથી ગલવાન વેલીને તેની પોતાની ગણાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને જણાવ્યું હતું કે ગલવાન ઘાટી ચીનનો ભાગ છે અને લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલથી અમારી તરફ છે. ભારતીય સૈનિકો અહીં બળજબરીથી રસ્તાઓ અને પુલો બનાવી રહ્યા છે. ચીનના અલગ અલગ અધિકારીઓએ ચાર દિવસમાં પાંચમી વખત જણાવ્યું હતું કે ૧૫ જૂનની સાંજે ભારતીય સૈનિકોએ ઇરાદાપૂર્વક એલએસીને પાર કરી હતી અને કરારને તોડતાં ચીની સૈનિકો પર હુમલો કર્યો હતો. લિજિયને કÌšં કે, ૧૫ જૂનની ઘટના માટે ભારત જવાબદાર છે. ગલવાન વેલી એલએસીના ચીની ભાગમાં પડે છે. ચીની ગાર્ડસ ઘણાં વર્ષોથી ત્યાં પેટ્રોલીંગ કરી રહ્યા છે અને તેમની ફરજા બજાવે છે.

ચીનનો આંદામાન ટાપુઓ પર પણ ડોળો ઃ ચેતવણી

પોર્ટ બ્લેયર ઃ લદ્દાખ મોરચે ચીન સાથે ભારતની ચાલી રહેલી તનાતની વચ્ચે સુરક્ષા એજન્સીઓ અને સંરક્ષણ નિષ્ણાતોને આંદામાન- નિકોબાર ટાપુઓની ચિંતા છે. અધિકારીઓનુ માનવું છે કે, ચીન બીજા કોઈ રસ્તે ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે.ચીને કેટલાય દિવસોથી ઘણા ટાપુઓ પર પોતાના લશ્કરી થાણાં સ્થાપવાના શરૂ કર્યા છે. આપણી પાસે આંદામાનના ટાપુઓ છે પણ તેનુ પુરૂ મહત્વ હજી આપણે સમજી શક્્યા નથી. ભારતની મુખ્ય ભૂમિથી ૭૦૦ નોટિકલ માઈલ દુર આવેલા ટાપુ સમૂહો પર ભારતે સંસાધન મોકલવા જાઈએ.

બિહારનાં મોતિહારી જિલ્લાની કેટલીક જમીન ઉપર નેપાળનો દાવો ઃ બાંધકામ અટકાવી દીધું

પટના ઃ ભારત અને ચીનની વચ્ચે જમીન વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. તેણે ઉત્તરાખંડમાં ત્રણ ભારતીય ક્ષેત્રો પર પોતાની જમીન હોવાનો તો દાવો કર્યો છે હવે તેણે બિહારમાં પણ પૂર્વ ચંપારણ જિલ્લાની જમીન પર પણ પોતાનો દાવો ઠોક્યો છે. એટલું જ નહીં તેણે ઢાકા બ્લાકમાં લાલ બકૈયા નદી પર તટબંધ નિર્માણનું કામ પણ અટકાવી દીધું છે. નેપાળે દાવો કર્યો છે કે નિર્માણનો કેટલાક ભાગ પણ તેમના ક્ષેત્રીય અધિકાર છે. અને આ કથિત વિવાદિત સ્થાન મોતિહારી જિલ્લાના મુખ્યાલયથી લગભગ ૪૫ કિમી ઉત્તર પશ્ચિમમાં ઇન્ટરનેશનલ બોર્ડર પર છે. જો કે આ મુદ્દો થોડો સમય પહેલા થયો હતો અને હવે તે પૂર્વ ચંપારણના ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટે આ મામલે જવાબ માંગ્યો તો તેનો ખુલાસો થયો. હવે તેને લઇને ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ કપિલ અશોકે જિયોલોઝિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને બિહાર સરકારને જાણકારી આપી આ વિવાદનો ઉકેલ લાવવા માટે અનુરોધ કર્યો છે. ડીએમએ કહ્યું કે નેપાળી અધિકારીઓએ તટબંધના છેલ્લા ભાગના નિર્માણ પણ આપત્તિ જાહેર કરી છે. અને સીમાનો અંતિમ બિંદુ તેમની પાસે હોવાનો દાવો કર્યો છે. આ પછી તેમણે નેપાળના રૌતહટના અધિકારીઓ સાથે વાતચીત પણ કરી. પણ કોઇ ઉકેલ ના નીકળ્યો. બિહારના પાણી સંસાધન વિભાગ બહુ પહેલાથી આ ઘાટનું નિર્માણ કર્યું હતું. અને તે ચોમાસા પહેલા દર વર્ષની જેમ તેમનું રિપેરિંગ કરાવી રહ્યા હતા. પણ નેપાળી અધિકારીઓએ આવીને આ મામલે આપત્તી વ્યક્ત કરતા આ કામને રોકવામાં આવ્યું છે. 

બીએસએફએ હથિયારોથી સજ્જ ડ્રોન તોડી પાડ્યું

શ્રીનગર ઃ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરાષ્ટÙીય સરહદ નજીક ભારતીય વિસ્તારની અંદર ઉડી રહેલું પાકિસ્તાનના જાસૂસી ડ્રોનને બોર્ડર સિક્્યોરિટી ફોર્સ (બીએસએફ)એ તોડી પાડ્યું છે. શનિવારે સવારે પાક.નું જાસૂસી ડ્રોન ભારતની હદમાં ૨૫૦ મીટર અંદર ઉડતું હોવાનું જણાતા બીએસએફએ તેને તોડી પાડ્યું હતું. ડ્રોન સાથે એક રાઈફલ તેમજ ગ્રેનેડ પણ મળ્યા છે. જમ્મુ ક્ષેત્રમાં આ સૌ પ્રથમ ઘટના છે કે જેમાં જાસૂસી ડ્રોન વડે હથિયારો અને વિસ્ફોટકો લઈ જવામાં આવતા હોય. આંતરાષ્ટÙીય બોર્ડર નજીક બીએસએફ પાર્ટી પેટ્રોલિંગ પર હતી ત્યારે રઠુઆ ગામ પાસેની પાનસર બોર્ડર આઉટ પોસ્ટ નજીક સવારે ૫.૧૦ કલાકે ૮ટ૮નું એક ડ્રોન હવામાં ઉડતું જાવા મળ્યું હતું. બીએસએફના જવાનોએ નવ રાઉન્ડ ફાયરિંગ કરીને ભારતની હદમાં ૨૫૦ મીટર અંદર ડ્રોનને તોડી પાડ્યું હતું. ડ્રોનમાં રાઈફલ, બે મેગઝીન, ૬૦ રાઉન્ડ અને સાત ગ્રેનેડ જેટલા હથિયારો અને વિસ્ફોટકો લોડ કરાયેલા હતા. આ ડ્રોન પાકિસ્તાનના એજન્ટને મોકલવામાં આવ્યું હોવાની આશંકા છે. ડ્રોન અલિ ભાઈ નામના શખ્સને મોકલાયું હોવાની આશંકા છે.