ભારતીય ફૂટબોલ ટીમ સુનીલ છેત્રીના આગમન બાદ પ્રભાવશાળી દેખાવ કરી રહી છે. સુનીલ છેત્રી કેપ્ટન બન્યો ત્યાર બાદ ટીમે મેચો જીતવાની પણ શરૂઆત કરી છે. સુનીલને આશા છે કે તે ભારતીય ફૂટબોલ ટીમને એશિયામાં મોખરાની દસ ટીમમાં સ્થાન અપાવી દેશે.

જોકે તેણે જણાવ્યું હતું કે મારી અપેક્ષાને વાસ્તવિકતામાં બદલવા માટે યુવાન ખેલાડીઓએ આગળ આવવું પડશે. જો ખેલાડીઓનો એક સમૂહ સારો દેખાવ કરો તો તેઓ જુનિયર ખેલાડીઓ માટે ઉદાહરણ રૂપ બની શકે છે. તેઓ સિનિયર જેવી રમત દાખવશે અને આ સમગ્ર પ્રક્રિયામાં ટીમ સારો દેખાવ કરશે. તેણે એક ટીવી શોમાં જણાવ્યું હતું કે તે વર્તમાન ભારતીય ટીમને એશિયામાં મોખરે પહોંચાડવા માગે છે. તેના માટે જરૂરી એ છે કે યુવાનો સારો દેખાવ કરીને સિનિયર ટીમમાં આવે અને ભારત માટે સારી રમત દાખવે.ભારતીય અડર-16 ટીમને એએફસી ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો છે. આ ટીમનો મુકાબલો સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ઉઝબેકિસ્તાન સામે થશે. બિબિયાનો ફર્નાન્ડીઝના કોચિંગમાં રમી રહેલી આ ટીમ પ્રતિભાશાળી છે. સુનીલ છેત્રીએ જણાવ્યું હતું કે હુ બિબિયાનોનો પ્રશંસક છું તેના કોચિંગમાં અંડર-16 ટીમ શાનદાર રમત રમીને આગળ આવી છે. હવે આ ટીમનો દેખાવ જોઇને અંડર-14 ટીમ પણ સારી રમત માટે પ્રેરાશે અને તેમ થશે તો સિનિયર ટીમને યુવાન ખેલાડીઓ મળી રહેશે.