મુંબઈ-

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) આ ઘટનાની તપાસ કરી રહી છે. આ મામલે સંબંધિત એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર એ છે કે બંને વાહનો અંબાણીના ઘરની બહાર આવ્યા હતા. તેમાંથી એક સ્કોર્પિયો કાર હતી જે વિસ્ફોટકોથી ભરેલી હતી અને તેને અંબાણીના ઘરની બહાર પાર્ક કરી હતી, ત્યારે કારમાં બેઠેલી વ્યક્તિ બીજી કારમાં બેસીને નીકળી ગયો હતો. આ બીજું વાહન સફેદ રંગની ઈનોવા કાર હતી.

મળતી માહિતી અનુસાર, આ ઇનોવા કાર પણ બીજી વખત ઘટના સ્થળે આવી હતી. અને ઇનોવાના ડ્રાઇવરે તેની ઓળખ છુપાવવા માટે પી.પી.ઇ કીટનો ઉપયોગ કર્યો હતો. આ જ કારણ છે કે સીસીટીવી ફૂટેજમાં કાર ચાલકનો ચહેરો દેખાઈ શક્યો નહીં. આ ઇનોવા કાર મુંબઈમાં બે વાર આવી જતી અને તે બંને વખત મુકેશ અંબાણીના ઘરની બહારથી પસાર થઇ હતી.. આ નવી માહિતી તપાસ આગળ વધારવામાં મહત્વની સાબિત થઈ શકે છે. વિસ્ફોટકોથી ભરેલી એક કાર 25 ફેબ્રુઆરીના રોજ રાત્રે 1 વાગ્યે પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર પાર્ક કરેલી મળી હતી. આ સમાચાર આવ્યા પછી જૈશ-ઉલ-હિંદ નામના આતંકવાદી સંગઠને આ કામ કર્યું છે. તેવું સામે આવ્યું છે. ફિરોતિની માંગ કરતો એક ધમકીભર્યો પત્ર પણ મળી આવ્યો હતો. પરંતુ જૈશ-ઉલ-હિંદે આ મામલે કોઈપણ પ્રકારનો હાથ હોવાની ના પાડી હતી. તે દરમિયાન કારનો માલિક મનસુખ હિરેન આગળ આવ્યો અને પોલીસ અને મીડિયા સમક્ષ સ્પષ્ટ કરી દીધું કે તેની કાર ચોરી થઈ છે અને તેણે આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી.