કચ્છ-

ગાંધીધામના રોડ પર બેફામ દોડતી કારે સ્કુટી ચાલક અને રાહદારી મહિલાને હડફેટે લેતા બંનેના મૃત્યુ નીપજયા છે આ બનાવથી શહેરમાં અરેરાટી સાથે રોષની લાગણી ફેલાઈ છે . આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામના ટાગોર રોડ પર તાલુકા પંચાયત કચેરી નજીક પુરઝડપે દોડતી કારના ચાલકે ટાગોર રોડ નજીકમાં જ રહેતા મંજુબેન હરિભાઈ ટાગોર રોડ પરથી પસાર થતા તેને હડફેટે લીધા હતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી યારે આ કારે આ માર્ગ પરથી પોતાનો સ્કૂટી લઈને પસાર થતા કિડાણા સ્કૂલના શિક્ષક વિષ્ણુકુમાર બળદેવભાઈ રાઠોડને પણ હડફેટે લેતા તેમને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી બંને વ્યકિતઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા યાં તેઓનું મૃત્યુ નીપજયું હતું 

આ બનાવની મળતી વધુ વિગતો મુજબ ગાંધીધામ બાજુથી પુરપાટ ઝડપે આવતી આઈ ૨૦ કાર નંબર જીજે ૧૨ ડીએમ ૯૩૫૦ ના ચાલકે કાર ઉપર કાબૂ ગુમાવતા રોડ પરથી પસાર થઈ રહેલી મંજુલાબેનને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી યારે આજ બનાવમાં આગળ સ્કુટી નંબર જીજે ૩૮ એ.બી. ૧૨૮૦ને લઈને જતા વિષ્ણુકુમાર રાઠોડને પણ હડફેટે લીધા હતા તેઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન કાર પણ ઉંધી પડી ગઈ હતી અકસ્માતના બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેઓના મૃત્યુ નિપજયા હતા