અમદાવાદ-

ગુજરાતમાં કોરોના વાયરસે સતત ૨૫મા દિવસે નવી સપાટી વટાવી લીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૦૯૭ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં ૨૮-અમદાવાદમાં ૨૬ સહિત કુલ ૧૫૨ના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૪,૮૧,૭૩૭ છે જ્યારે કુલ મરણાંક ૬,૧૭૧ છે. આ પૈકી એપ્રિલના ૨૪ દિવસમાં જ ૧,૭૪,૦૩૯ કેસ નોંધાયા છે જ્યારે ૧,૬૫૨ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે સરેરાશ ૧૦ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. રાજ્યમાં હાલ ૧,૦૭,૫૯૪ એક્ટિવ કેસ છે જ્યારે ૩૯૬ દર્દી વેન્ટિલેટર પર છે.

લ્લા ૨૪ કલાકમાં અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ ૫,૬૮૩ નવા કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી ૫૬૧૭-ગ્રામ્યમાંથી ૬૬ કેસનો સમાવેશ થાય છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંક હવે ૧,૨૬,૯૭૧ છે. સુરત શહેરમાં ૨૩૨૧-ગ્રામ્યમાં ૩૬૧ સાથે ૨૬૮૬, વડોદરા શહેરમાં ૫૨૩-ગ્રામ્યમાં ૧૭૮ સાથે ૭૦૧ જ્યારે રાજકોટ શહેરમાં ૪૬૨-ગ્રામ્યમાં ૩૮ સાથે ૫૦૦ કેસ નોંધાયા છે. કુલ કેસનો આંક હવે સુરતમાં ૧ લાખને પાર થયો છે. સુરતમાં અત્યારસુધી કોરોનાના કુલ ૧,૦૨,૪૮૧ કેસ નોંધાઇ ચૂક્યા છે. વડોદરામાં ૪૬,૩૩૦ જ્યારે રાજકોટમાં ૩૯,૫૮૧ વ્યક્તિ અત્યારસુધી કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.

રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૬૩૯ સાથે જામનગર, ૪૩૦ સાથે મહેસાણા, ૪૧૦ સાથે ભાવનગર, ૨૯૧ સાથે બનાસકાંઠા, ૨૮૬ સાથે ગાંધીનગર, ૨૪૮ સાથે જુનાગઢ, ૨૧૨ સાથે પાટણ, ૧૯૦ સાથે કચ્છ, ૧૫૪ સાથે ભરૂચ, ૧૪૬ સાથે ખેડા, ૧૪૪ સાથે સાબરકાંઠા, ૧૪૩ સાથે નવસારી, ૧૨૬ સાથે દાહોદ, ૧૧૦ સાથે મહીસાગર, ૧૦૭ સાથે ગીર સોમનાથ, ૧૦૫ સાથે પંચમહાલ-વલસાડ, ૧૦૪ સાથે તાપીનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૨૮, અમદાવાદમાંથી ૨૬, જામનગરમાંથી ૧૫, વડોદરામાંથી ૧૪, રાજકોટમાંથી ૧૨,ભાવનગરમાંથી ૮, સાબરકાંઠા-સુરેન્દ્રનગરમાંથી ૬-૬, મોરબીમાંથી ૫ એમ રાજ્યભરમાંથી કુલ ૧૫૨ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨૭૬૧, સુરતમાં ૧૪૫૭, વડોદરામાં ૪૦૭, રાજકોટમાં ૩૭૩ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૬૬૪, સુરતમાંથી ૭૭૭, વડોદરામાંથી ૬૬૨, રાજકોટમાંથી ૭૦૯ એમ રાજ્યભરમાંથી કુલ ૬૪૭૯ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૩,૬૭,૯૭૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને રીક્વરી રેટ ૭૬.૩૮% છે. ગુજરાતમાં વધુ ૧,૮૯,૯૦૨ સાથે કુલ ટેસ્ટનો આંક ૧.૬૮ કરોડ છે. રાજ્યમાં હાલ ૩,૪૫,૫૮૪ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.