ગાંધીનગર-

રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો આજે રાજ્યમાં આજે રાજ્યમાં 12,820 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 11,999 દર્દીઓ રિકવર થયા છે.

રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે. આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 12,820 કેસ નોંધાયા છે જયારે વધુ 11,999 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 4,52,275 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 140 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 7648 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 74,46 ટકા થયો છે. રાજ્યમાં હાલ 1,47,499 એક્ટિવ કેસ છે, જેમાંથી 747 લોકો વેન્ટિલેટર પર અને 1,46,752 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 4,52,275 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે