અમદાવાદ-

કોરોનાની પહેલી લહેરમાંથી બાળકો હેમખેમ ઉગારી ગયા હતા. પરંતુ બીજી લહેરમાં બાળકોમાં પણ કોરોના જોવા મળ્યો છે. પરંતુ કોરોના બાદ આવેલી મ્યુકોરમાઈકોસિસની મહામારીમાં બાળકમાં અત્યાર સુધી કેસ જોવા મળતા ન હતા, પણ પહેલીવાર ગુજરાતમાં કેસ જોવા મળ્યો છે. જેથી કહી શકાય કે બાળકો પણ આ બીમારીના શિકાર થઈ રહ્યાં છે. કોરોના બાદ નાકમાંથી બ્લેક કલરનું ડિસ્ચાર્જ નીકળે તો ડોક્ટરને બતાવો મ્યુકોરમાઈકોસિસને કોરોના બાદની મહામારી જાહેર કરાઈ ચૂકી છે. આ મહામારીનો અત્યાર સુધી ડાયાબિટીસના દર્દીઓ અને કો-મોર્બિટ દર્દીઓ શિકાર થતા હતા. પરંતુ પહેલીવાર ગુજરાતમાં એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 15 વર્ષના તરુણને મ્યુકોરમાઈકોસિસ થયો છે. 15 વર્ષના બાળકમાં મ્યુકોરમાઇકોસિસનો પ્રથમ કેસ જોવા મળ્યો છે. ઓપરેશન દરમિયાન બાળકના જમણી સાઈડના દાંત પણ કાઢવા પડ્યા છે.