ગાંધીનગર-

ગુજરાતીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં  વિધિવત રીતે ચોમાસાનું આગમન થઇ ગયું છે. હવામાન વિભાગે આ અંગેની જાણકારી આપી છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે,વલસાડમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. હવામાન ખાતાની આગાહી કરતા 6 દિવસ વહેલા ચોમાસુ ગુજરાતમાં પહોંચ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે, આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ આવશે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. આ દિવસોમાં મોટાભાગે દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ જારી કરેલી વિગતો પ્રમાણે, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતાઓ જણાતી નથી. વલસાડ, નવસારીમાં સારો વરસાદ પડી રહ્યો છે આજે અમરેલીના રાજુલા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વખતે ગુજરાતમાં આગાહી કરતાં ૬ દિવસ ચોમાસું વહેલુ આવ્યું છે.