અમદાવાદ-

ગુજરાતમાં હવે કોરોનાના કેસ માટે કરવામાં આવતા આરટી-પીસીઆર ટેસ્ટની કિંમત ઘટાડીને 800 રૂપિયા કરવામાં આવી છે. એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબોરેટરીમાં 800 રૂપિયા ચાર્જ ચૂકવાની આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે. આ માટે વ્યક્તિએ લેબ પર જઈને ટેસ્ટ કરાવવો પડશે.

બીજા કેસમાં જો વ્યક્તિ લેબકર્મીને ઘરે બોલાવે છે તો તેણે આ માટે 1,100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. આ પહેલા ગુજરાતમાં ખાનગી લેબ તરફથી આરટી-પીસીઆર ટેસ્ટ માટે 1,500 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. જો લેબકર્મી ઘરે આવીને સેમ્પલ લઈ જાય તો 2,000 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. સરકારની નવી જાહેરાતથી કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા લોકોને રાહત મળશે. સાથે જ ઓછી કિંમત હોવાથી વધારે લોકો તેનો લાભ પણ લેશે. સરકાર તરફથી ફ્રી ટેસ્ટ ખાનગી લેબ ઉપરાંત સરકાર તરફથી કોરોના અંગેનો ફ્રી ટેસ્ટ ચાલુ છે. આ માટે વિવિધ શહેરમાં સરકાર તરફથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરકાર તરફથી નક્કી કરવામાં આવેલા સ્થળો પર જે તે વ્યક્તિ જઇને ફ્રી ટેસ્ટ પણ કરાવી શકે છે.