અમદાવાદ-

ગુજરાતમાં વાહનના પસંદગીના નંબરની ફીમાં ધરખમ વધારો થવાની અટકળો વહેંતી થઈ છે. ગોલ્ડન, સિલ્વર અને અન્ય કેટેગરીના પસંદગીના નંબરો મેળવવામાં અંદાજે રૂ.૧,૫૦૦થી રૂ.૧૫,૦૦૦ જેટલો વધારો થઈ શકે છે. રાજ્યના પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા અલાયદા ડ્રાફટ નોટિફિકેશન તૈયાર કરી ગત મહિને જ રાજ્યપાલને મોકલ્યું હોવાનું ચર્ચાઈ રહયું છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ટ્રાન્સપોર્ટ વિભાગે પસંદગીના નંબરો માટે ગોલ્ડન, સિલ્વર અને અન્ય કેટેગરી દીઠ ચોક્કસ ભાવ નિયત કરવામાં આવ્યાં છે. સંબંધીત કેટેગરીમાં પસંદગીના નંબરોનું આરટીઓ કચેરી દ્વારા ઓક્શન કરવામાં આવે છે.

વર્તમાન સમયમાં ગોલ્ડન નંબરની કેટેગરીમાં ટુ વ્હીલર માટે નિયત ફી રૂ. ૫,૦૦૦ અને ફોર વ્હીલર માટે રૂ.૨૫,૦૦૦ ફી છે. આ કેટેગરીમાં ટુ વ્હીલરની ફી વધારાઈ રૂ.૮,૦૦૦ અને ફોર વ્હીલરની વધારી રૂ.૪૦,૦૦૦ થાય તેવી શક્યતાઓ છે. આ પ્રકારે સિલ્વર કેટેગરીમાં ટુ વ્હીલરની ફીમાં રૂ.૧,૫૦૦ અને ફોર વ્હીલરની ફી રૂ.૧૦,૦૦૦નો વધારો થઈ શકે છે. અન્ય કેટેગરીના નંબરોની ફી પણ રૂ.૧,૦૦૦ અને રૂ.૩,૦૦૦ વધે તેવી વકી છે. ગોલ્ડન નંબરોની કેટેગરીમાં સંભવીત અને વર્તમાન ચાર્જિસની સરખામણીમાં ૬૨.૫ ટકા ભાવ વધારો થઈ શકે છે. તેવી રીતે સિલ્વર ટુ વ્હીલર માટે ૫૭.૧૪ % તથા ફોર વ્હીલર માટે ૬૬.૬૬ %, જ્યારે અન્ય કેટેગરીમાં ટુ વ્હીલરમાં ૫ % તથા ફોર વ્હીલરના ભાવમાં ૬૨.૫ % ભાવ વધારાની સંભાવના છે.

કઇ કેટેગરીમાં ક્યા નંબરોનો સમાવેશ

૧. ગોલ્ડન નંબર: ૧, ૫, ૭, ૯, ૧૧, ૯૯, ૧૧૧, ૩૩૩, ૫૫૫, ૭૭૭, ૭૮૬, ૯૯૯, ૧૧૧૧, ૧૨૩૪, ૨૨૨૨, ૩૩૩૩, ૪૪૪૪, ૫૫૫૫, ૭૭૭૭, ૮૮૮૮, ૯૦૦૦, ૯૦૦૯, ૯૦૯૦, ૯૦૯૯, ૯૯૦૯, ૯૯૯૦, ૯૯૯૯.

૨.સિલ્વર નંબર:  ૨, ૩, ૪, ૮, ૧૦, ૧૮, ૨૭, ૩૬, ૪૫, ૫૪, ૬૩, ૭૨, ૮૧, ૯૦, ૧૦૦, ૧૨૩, ૨૦૦, ૨૨૨, ૨૩૪, ૩૦૦, ૩૦૩, ૪૦૦, ૪૪૪, ૪૫૬, ૫૦૦, ૫૬૭, ૬૦૦, ૬૭૮, ૭૦૦, ૭૮૯, ૮૦૦, ૮૮૮, ૯૦૦, ૯૦૯, ૯૯૯, ૧૦૦૦, ૧૦૦૧, ૧૦૦૮, ૧૧૮૮, ૧૮૧૮, ૧૮૮૧, ૨૦૦૦, ૨૩૪૫, ૨૫૦૦, ૨૭૨૭, ૨૭૭૨, ૩૦૦૦, ૩૪૫૬, ૩૬૩૬, ૩૬૬૩, ૪૦૦૦, ૪૪૫૫, ૪૫૪૫, ૪૫૫૪, ૪૫૬૭, ૫૦૦૦, ૫૦૦૫, ૫૪૦૦, ૫૪૪૫, ૫૪૫૪, ૬૦૦૦, ૬૩૩૬, ૬૩૬૩, ૬૭૮૯, ૭૦૦૦, ૭૦૦૭, ૭૨૨૭, ૭૨૭૨, ૮૦૦૦, ૮૦૦૮, ૮૦૫૫, ૮૧૧૮, ૮૧૮૧.