ગાંધીનગર-

રાજયમાં કોરોનાના કુલ કેસોનો આંક વધીને 1 લાખને પાર કરી ગયો છે. જયારે 24 કલાકમાં રાજયમાં કોરોનાના 75,487 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. નવા 1325 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. રાજયમાં ગુરૂવારે વધુ 16 દર્દીઓનાં મૃત્યું થયાં છે.આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં 24 કલાકમાં નવા 1325 કેસો નોંધાયા છે. જયારે 24 કલાકમાં રાજયમાં 1126 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. જેના પગલે દર્દીઓનો સાજા થવાનો દર વધીને 80.88 ટકા થયો છે.મહાપાલિકા વિસ્તારમાં આજે નવા 663 નવા કેસો નોંધાયા છે. જેમાં સુરત મનપામાં 179 કેસો , અમદાવાદ મનપામાં 150 , જામનગર મનપામાં 97, રાજકોટ મનપામાં 95 , વડોદરા મનપામાં 86 , ભાવનગર મનપામાં 27, ગાંધીનગર મનપામાં 20, જુનાગઢ મનપામાં 15 કેસો નોંધાયા છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં 656 કેસો નોંધાયા છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ કેસો 1 લાખને પાર કરીને 1,00,375 કેસો નોંધાયા છે. આજે રાજયમાં નવા 75,487 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.અત્યાર સુધીમાં 25,59,916 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જયારે અત્યાર સુધીમાં રાજયમાં કુલ 5,54,774 વ્યકિતઓને કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં રાજયમાં 3064 દર્દીઓનાં મૃત્યું થયાં છે.આજે રાજયમાં નવા 75,487 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.અત્યાર સુધીમાં 25,59,916 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જયારે અત્યાર સુધીમાં રાજયમાં કુલ 5,54,774 વ્યકિતઓને કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. હાલમાં રાજયમાં 16,131 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 89 દર્દીઓ વેન્ટીલેટર પર છે.જયારે 16042 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.