અમદાવાદ-

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. રોજ હજારો કેસ નોંધાયા છે અને અનેક લોકોના મોત નિપજી રહ્યા છે. અમદાવાદમાં રિક્ષા ચાલકનું એકતા યુનિયન કોરોના દર્દીઓ માટે દેવદૂત બનીને સામે આવ્યું છે. હાલ કોરોના દર્દીઓને એમ્બ્યુલન્સ કે ૧૦૮ મળી રહી નથી, તેવા સમયમાં કોરોનાગ્રસ્ત લોકોને સારવાર માટે ફ્રીમાં મદદગાર રહેશે. રિક્ષા ચાલકનું એકતા યુનિયનના ડ્રાઈવરો ઁઁઈ કીટ પહેરીને દવાખાન, વસ્તુ લેવા, રિપોર્ટ કાઢવવા દર્દીઓને લઈ જશે. પનાહ ફાઉન્ડેશન દ્વારા સાથ આપીને કોરોનાગ્રસ્ત લોકોને મદદ કરાશે. જેના માટે એક ટોલ ફી નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેનો નંબર છે ૭૬૦૦૬૬૦૭૬૦ પર ફોન કરીને કોઈ પણ મદદ મેળવી શકાશે.

હાલ આવા કપરાં સમયમાં સેવાભાવી સંગઠનો લોકોને પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સ્થિતિમાં અમદાવાદના રિક્ષા ચાલકોની સેવા ભાવના અને ઉદારતા સામે આવી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રિક્ષાચાલકો કોરોના દર્દીઓને રિપોર્ટ કરાવવા માટે દવા લાવવા માટે અથવા તો ઘરને સાધનસામગ્રી લાવવા માટે સેવા પુરી પાડશે. કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં ઘરે કોરોના દર્દીના સંપર્કમાં આવવાથી પરિવારજનો દૂર ભાગી રહ્યા છે, આ સ્થિતિમાં અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના રિક્ષાચાલકો કોરોના પોઝિટિવ હોય એવા દર્દીને હોસ્પિટલમાં જવાનું થાય, કોઈ રિપોર્ટ કે સીટી સ્કેન કરવા માટે બહાર જવાનું થાય ત્યારે તેમને લઈ જશે. આ સિવાય જાે દવા લેવા માટે બહાર જવાનું થાય અથવા ઘરે ખૂટતી સામગ્રી લેવા જવાનું થાય તો આ રિક્ષાચાલકો તેમને સામાન પહોંચાડશે.જાણવા મળી રહ્યું છે કે હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી ૧૦ રીક્ષા ચાલકો આ સેવા માટે આગળ આવ્યા છે. આ સેવા માટે કોરોના દર્દી પાસે કોઈ ભાડુ વસૂલવામાં આવશે નહીં. રીક્ષા ચાલકોને ભાડું પનાહ નામની સંસ્થા પુરી પાડશે. શરૂઆતના તબક્કામાં નવરંગપુરા, નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, રાણીપ વિસ્તારમાં આ સેવા મળી રહેશે.