ગાંધીનગર-

ગુજરાતમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેના પગલે રાજ્ય સરકારે એક પછી એક કડક પગલાં લેવા શરૂ કર્યુંછે. કોરોના પ્રત્યે બેદરકાર રહેનારા લોકો પ્રત્યે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. માસ્ક ન પહેરે તો રૂપિયા ૧૦૦૦નો દંડ કરવાની પણ જોગવાઇ કરી છે. રાજ્ય સરકારે એવો મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

કોરોના વાયરસની મહામારીમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રિક્ષાચાલકો કે સરકારી કે ખાનગી વાહનચાલકોના વાહનમાં કોઈ મુસાફર માસ્ક વગર જોવા મળશે તો મુસાફર અને વાહનચાલક બંન્ને પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત શોપિંગ મોલ કે શોરૂમમાં પણ જો કોઈ ખરીદી કરનાર ગ્રાહક માસ્ક વગર પકડાશે તો મોલના મેનેજર પાસેથી પણ દંડ વસૂલ કરવામાં આવશે. 

ગુજરાતના મોટાં શહેરોમાં શોપિંગ મોલમાં ગ્રાહકોએ માસ્ક નહીં પહેર્યું હોય તો મોલના મેનેજરને પણ જેટલા ગ્રાહકો એટલા હજાર રૂપિયાનો દંડ થશે. આવી જ રીતે શો રૂમમાં ગ્રાહકો માસ્ક વગર પકડાશે, તો શોરૂમના સંચાલક પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. રાજ્ય સરકારે સરકારી વાહનો ચલાવતા અને તેમાં સવાર સરકારી બાબુઓ ઉપર પણ ગાળિયો કસ્યો છે. સરકારી વાહનમાં પણ કોઈ બાબુ માસ્ક વગર પકડાશે તો એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.