અમદાવાદ-

રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ મુદ્દે આજે ગૃહમાં ચર્ચા થઈ હતી. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહે જે જવાબ આપ્યા તેના પર કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ ક્હયુ કે વ્યાજખોરોના કારણે આજે અનેક બનાવો બને છે. વર્ષ ૧૯૯૫ના કાયદોના સરકાર બરાબર અમલ કરાવી રહી નથી.

આજે ખુલ્લેઆમ દારૂ-જુગારના અડ્ડા ચાલે છે.વ્યાજખોરોના ત્રાસની અનેક ઘટનાઓ બની અને આત્મહત્યા કર્યાના કિસ્સા સામે આવ્યા છે પણ સરકાર ગૃહ અને નાગરિકોને ગુમરાહ કરતી હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો. ઈમરાન ખેડાવાલાએ આક્ષેપ લગાવ્યો કે, નિત્યાનંદ આશ્રમના બનાવ અંગે સરકાર કંઈ કરી શકી નથી. સોશિયલ મીડિયામાં સરકાર વિરુદ્ધ પોસ્ટ હોય તો ખોટા કેસ મૂકીને હેરાન કરવામાં આવે છે તેવો પણ આક્ષેપ ઈમરાન ખેડાવાલાએ લગાવ્યો.